નરેન્દ્ર મોદી 24 મે, એકાદશીના દિવસે શપથ લઇ શકે
નવી દિલ્હી, 19 મે : નરેન્દ્ર મોદી હિન્દુ પંચાગ મુજબ 24 મે એકાદશીના રોજ વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે. જ્યારે અંદાજે એક ડઝન જેટલા મંત્રીઓ તેમની સાથે અને બાકીના મંત્રીઓ 2 કે 3 જૂનના રોજ શપથ લઇ શકે છે.
ભારતના આગામી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત બે દિવસોથી દિલ્હીમાં બેઠકો યોજી તેમની સરકારના સંભવિત મંત્રી મંડળ વિશે ચર્ચા વિચારણા કરી રહયા છે. સાથો સાથ પક્ષના વરિષ્ઠ નેતાઓ એલ કે અડવાણી, અને મુરલી મનોહર જોષીની ભુમિકા અંગે પણ હાઇકમાન્ડ સાથે મોદી વાતચીત કરી રહયા છે.
આ વચ્ચે માનવામાં આવી રહયું છે કે મોદી 21 મેને બદલે 24 મે એટલે હિન્દુ કેલેન્ડર મુજબ અગીયારસના પવીત્ર દિવસે વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કરશે. તેમની સાથે જ કેબીનેટના ડઝનેક પ્રધાનો પણ શપથ લઇ શકે છે. અને ત્યારબાદ મોદી 2 કે 3 જૂનની આસપાસ તેમનું મંત્રીમંડળ વિસ્તારી શકે છે.

ભાજપની સંસદીય સમિતિ મંગળવારે બેઠક યોજીને સતાવાર રીતે મોદીની આગેવાની હેઠળ સરકાર રચવાનો પ્રસ્તાવ રજુ કરશે અને ત્યારબાદ મોદીના શપથવિધી સમારંભની તારીખ વિશે અંતીમ નિર્ણય લેવામાં આવશે.
રવિવારના મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે અલગ અલગ બેઠકો યોજી હતી આ બન્ને નેતાઓ અગાઉ પણ મોદી સામે સાર્વજનીક રીતે વિરોધ રજુ કરી ચુકયા છે. ભાજપ અને સંઘ.આ બન્ને નેતાઓને સક્રિય રાજકારણથી દુર રાખવા રાજયસભાની બેઠકનો ઓફર કરી ચુકયા હતાં જેનો બંનેએ અસ્વીકાર કર્યો હતો.
અડવાણીએ લોકસભાના સ્પીકરપદે કામ કરવાની ઇચ્છા વ્યકત કરી છે આ બંધારણીય પદ મુજબ અડવાણીએ મોદીને અહેવાલ આપવાનો રહેશે નહી. બીજી તરફ મુરલી મનોહર જોશીએ નાણા અથવા તો વિદેશ મંત્રાલયનો પોર્ટફોલીયો માંગ્યો છે. જોકે પક્ષ પ્રમુખ રાજનાથસિંહ પણ મંત્રીમંડળનો ભાગ બને તેવી વરિષ્ઠ નેતાઓની ઇચ્છા છે.
નીતીન ગડકરી કદાચ રાજનાથના સ્થાને પક્ષ પ્રમુખ બની શકે છે. પણ ભાજપના એક ટોચના નેતાના જણાવ્યા પ્રમાણે ખુદ ગડકરી કેબીનેટમાં સામેલ થવા માંગે છે અને અંદરખાને તેમને નાણા મંત્રાલયનું ખાતું જોઇએ છે. આ અંગે અંતિમ નિર્ણય મોદી લેશે તેમ સુત્રોએ જણાવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
