નરેન્દ્ર મોદી કોમ્યુનલ નેતા હોવાના પુરાવા નથી: અણ્ણા હઝારે
ઇન્દોર, 18 જુલાઇ: જનલોકપાલ માટે આંદોલન કરનારા સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ જણાવ્યું છે કે તે નરેન્દ્ર મોદીને કોમ્યુનલ નથી માનતા. મધ્ય પ્રદેશમાં જનતંત્રયાત્રાના છેલ્લા દિવસે બુધવારે ઇન્દોર પહોંચેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહને ઇમાનદાર માનવાથી ઇનકાર કરી દીધો. આ પહેલા દિલ્હીમાં જન લોકપાલ માટે અનશન દરમિયાન પણ અણ્ણાએ નરેન્દ્ર મોદીના વિકાસના વખાણ કર્યા હતા જેના કારણે તેઓ વિરોધીઓના નિશાના પર આવી ગયા હતા.
મોદીના કોમી નેતા હોવાના પુરાવા નથી :
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર કોમ્યનલ વિચારધારાના નેતા હોવાના રાજકિય આરોપો પર તેમણે જણાવ્યું કે 'મોદી કોમ્યુનલ નેતા હોવાના કોઇ પુરાવા મારી સામે હજી સુધી આવ્યા નથી.' જોકે આની સાથે કોંગ્રેસ અને બીજેપી બંને પાર્ટીઓને આડેહાથ લેતા અણ્ણા હઝારેએ જણાવ્યું કે હું કોઇપણ પાર્ટીનો પક્ષપાત નથી કરી રહ્યો. નથી કોંગ્રેસ ગુણવત્તાસભર ચાલી રહી કે નથી બીજેપી. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ભારતનો પ્રધાનમંત્રી કોઇ પાર્ટી દ્વારા ચૂંટવામાં આવશે. ત્યાં સુધી દેશ અને સમાજને સાચો પ્રધાનમંત્રી નહીં મળી શકે. અણ્ણાએ જણાવ્યું કે દેશને સાચા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ત્યારે જ મળશે જ્યારે તેમની ચૂંટણી સીધી જનતા દ્વારા નહીં કરવામાં આવે.
અરવિંદની પાર્ટીને પણ સમર્થન નહીં:
અણ્ણા હઝારેએ દાવો કર્યો કે ભારતીય સંવિધાન ઉમેદવારોને ગ્રુપમાં ચૂંટણી લડવાની પરવાનગી નથી આપતી. તેમણે જણાવ્યું કે જનતાએ સંવિધાનની મૂળ ભાવના અનુસાર ચૂંટણીપંચની પાર્ટી આધારિત વ્યવસ્થાને ખતમ કરીને પોતાના ઉમેદવાર ઉભા કરવા જોઇએ. તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું કે 'જોકે અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી પણ એક રાજકીય દળ છે. માટે હું આ પાર્ટીનું પણ સમર્થન કરી શકું નહીં.'
ફરી કરવામાં આવશે આંદોલન:
હઝારેએ જન લોકપાલ બિલને લઇને કેન્દ્ર સરકાર પર વચન નહીં પાળવાનો આરોપ લગાવ્યો. આની સાથે જ આવનારા દિવસોમાં મોટા જન આંદોલનના પણ સંકેત આપ્યા. તેમણે જણાવ્યું કે 'હજી અમે જનતાને જગાવી રહ્યા છીએ. અમે ઓક્ટોબર 2013થી જાન્યુઆરી 2014ની વચ્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી આંદોલન કરીશું અને દેશની જનતા 2011ની જેમ ફરી માર્ગો પર ઉતરી આવશે.' શું ભારતમાં પણ મિસ્રની જેમ સત્તા પલટો થઇ શકે છે, એવા સવાલના જવામાં તેમણે જણાવ્યું કે 'જો સરકારે જનતાના મુદ્દાઓ પર વિચાર ના કર્યો તો જનતાએ તેમની સરહદો વટાવી દેશ અહિંસક ક્રાંતિના માર્ગ પર આગળ વધી શકે છે.'
કોંગ્રેસ-બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી:
હઝારેએ એક સવાલના જવાબમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું કે 'એવું કહેવું બિલકૂલ ખોટું રહેશે કે હું કોંગ્રેસના વિરોધમાં છું. અમારે કોંગ્રેસ અને બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ મારો સવાલ એ છે કે બીજેપીએ કોલસા ઘોટાળામાં સંસદમાં યોગ્ય વિરોધ શા માટે ના કર્યો?'
કોલસા કૌભાંડ પર રાજીનામું આપે પ્રધાનમંત્રી:
અણ્ણા હઝારેએ કથિત કોલસા કૌભાંડમાં નૈતિક આધારે પ્રધાનમંત્રી મનમોહન સિંહનું રાજીનામું માંગતા જણાવ્યું કે આ ગોટાળાનું સત્ય સામે આવી રહ્યું છે અને મનમોહનસિંહે પોતાના હોદ્દા પર ના રહેવું જોઇએ. તેમણે કોલસા કાંડને મોટું કૌભાંડ ગણાવ્યું અને સીબીઆઇ દ્વારા થઇ રહેલી તેની તપાસ તથા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી ટિપ્પણી પરથી સત્યતા સામે આવવાની આશા વ્યક્ત કરી.

મોદીના કોમી નેતા હોવાના પુરાવા નથી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર કોમ્યનલ વિચારધારાના નેતા હોવાના રાજકિય આરોપો પર તેમણે જણાવ્યું કે 'મોદી કોમ્યુનલ નેતા હોવાના કોઇ પુરાવા મારી સામે હજી સુધી આવ્યા નથી.'

અરવિંદની પાર્ટીને પણ સમર્થન નહીં
અણ્ણા હઝારેએ દાવો કર્યો કે ભારતીય સંવિધાન ઉમેદવારોને ગ્રુપમાં ચૂંટણી લડવાની પરવાનગી નથી આપતી. તેમણે જણાવ્યું કે જનતાએ સંવિધાનની મૂળ ભાવના અનુસાર ચૂંટણીપંચની પાર્ટી આધારિત વ્યવસ્થાને ખતમ કરીને પોતાના ઉમેદવાર ઉભા કરવા જોઇએ. તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું કે 'જોકે અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી પણ એક રાજકીય દળ છે. માટે હું આ પાર્ટીનું પણ સમર્થન કરી શકું નહીં.'

ફરી કરવામાં આવશે આંદોલન
હઝારેએ જન લોકપાલ બિલને લઇને કેન્દ્ર સરકાર પર વચન નહીં પાળવાનો આરોપ લગાવ્યો. આની સાથે જ આવનારા દિવસોમાં મોટા જન આંદોલનના પણ સંકેત આપ્યા. તેમણે જણાવ્યું કે 'હજી અમે જનતાને જગાવી રહ્યા છીએ. અમે ઓક્ટોબર 2013થી જાન્યુઆરી 2014ની વચ્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી આંદોલન કરીશું અને દેશની જનતા 2011ની જેમ ફરી માર્ગો પર ઉતરી આવશે.'

કોંગ્રેસ-બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી
હઝારેએ એક સવાલના જવાબમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું કે 'એવું કહેવું બિલકૂલ ખોટું રહેશે કે હું કોંગ્રેસના વિરોધમાં છું. અમારે કોંગ્રેસ અને બીજેપી સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ મારો સવાલ એ છે કે બીજેપીએ કોલસા ઘોટાળામાં સંસદમાં યોગ્ય વિરોધ શા માટે ના કર્યો?'

કોલસા કૌભાંડ પર રાજીનામું આપે પ્રધાનમંત્રી
અણ્ણા હઝારેએ કથિત કોલસા કૌભાંડમાં નૈતિક આધારે પ્રધાનમંત્રી મનમોહન સિંહનું રાજીનામું માંગતા જણાવ્યું કે આ ગોટાળાનું સત્ય સામે આવી રહ્યું છે અને મનમોહનસિંહે પોતાના હોદ્દા પર ના રહેવું જોઇએ. તેમણે કોલસા કાંડને મોટું કૌભાંડ ગણાવ્યું અને સીબીઆઇ દ્વારા થઇ રહેલી તેની તપાસ તથા સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી ટિપ્પણી પરથી સત્યતા સામે આવવાની આશા વ્યક્ત કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications