શરદ યાદવે આસારામ સાથે કરી મોદીની તુલના
નવી દિલ્હી, 14 એપ્રિલ: આ વખતે લોકસભા ચૂંટણીમાં જુબાની જંગ ચાલી રહી છે. દરેક રાજકીય પાર્ટી વિપક્ષી દળો પર જુબાની હુમલો કરી રહી છે. ખાસકરીને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દરેક પાર્ટીના નિશાના પર છે. ક્યારેય કોઇ તેમને વ્યાકુળ વરરાજા ગણાવી રહ્યું છે, તો કોઇ તેમની તુલના હિટલર સાથે કરી રહ્યું છે. એક સમયે તેમની સાથે રહેલા જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે તો બધી મર્યાદા પર કરી દિધી. શરદ યાદવે નરેન્દ્ર મોદીની તુલના બળાત્કારના આરોપમાં બંધ આસારામ સાથે કરી છે.
બિહારના કટિહારમાં એક રેલીને સંબોધિત કરતાં જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર આસારામની માફક ડ્રેસ બદલે છે. હમણાં થોડા દિવસો પહેલાં એનસીપી પ્રમુખ શરદ પવારે મોદીને વ્યાકુલ વરરાજા ગણાવતાં તેમની ટીકા કરી હતી. શરદ પવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માટે તે વરરાજાની માફક વ્યાકુળ છે જે ઇચ્છે છે કે જલદી લગ્ન થઇ જાય. શરદ પવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ રાણેના પક્ષમાં રવિવારે એક રેલીને સંબોધિત કરતાં આ વાત કહી હતી.

વ્યાકુળ વરરાજા જેવા છે મોદી: શરદ પવાર
એનસીપી પ્રમુખ શરદ યાદવે પવારને નરેન્દ્ર મોદીને વ્યાકુળ વરરાજા ગણાતાં તેમની ટિકા કરી હતી. શરદ પવારે કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માટે વરરાજાની માફક ઉત્સુક છે જે ઇચ્છે છે કે જલદી લગ્ન થઇ જાય. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ રાણેના પુત્ર નીલેશ રાણેના પક્ષમાં રવિવારે એક રેલી સંબોધિત કરતાં આ વાત કહી હતી. શરદ પવારે કહ્યું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓ નરેન્દ્ર મોદી કરતાં સારું કામ કર્યું છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી જે પ્રક્રિયાનું પાલન કરી રહ્યાં છે. તે જર્મનીના નાજી તાનાશાહ એડોલ્ફ હિટલરની માફક છે જેમણે પહેલાં પોતાને લોકતાંત્રિક તરીકે ચૂંટાયા અને પછી એક તાનાશાહની જેમ દેશ પર શાસન કર્યું.

આસારામ જેવા છે નરેન્દ્ર મોદી: શરદ યાદવ
બિહારના કટિહારમાં એક રેલીને સંબોધિત કરતાં જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર આસારામની માફક ડ્રેસ બદલે છે.

હિટલરની જેમ દેશ બરબાદ કરી દેશે મોદી: ચૌધરી અજિત સિંહ
યુપીના અમરોહામાં એક રેલીને સંબોધિત કરતાં આરએલડી અધ્યક્ષ ચૌધરી અજિત સિંહે નરેન્દ્ર મોદીને ભારતના હિટલર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જો મોદી સત્તામાં આવે છે તો તે દેશને બરબાદ કરી દેશે. કંઇક એ રીતે જેવી રીતે જર્મનીના ચાંસલર એડૉલ્ફ હિટલરે સત્તામાં આવ્યા પછી પોતાના દેશને વિશ્વયુદ્ધમાં ધકેલી દિધો. અને અંતે પોતાના દેશને બરબાદ કરી દિધો.

મોદી જુઠ્ઠાં છે, ભૂલથી પણ સાચું ન બોલી શકે: જયરામ રમેશ
કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશ અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વચ્ચે જુબાની જંગ તેજ થઇ રહી છે. જયરામ રમેશે નરેન્દ્ર મોદીને જુઠ્ઠા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમને મોદી પાસે આ આશા ન હતી. જયરામ અનુસાર નરેન્દ્ર મોદી તથ્યોને જાણ્યા સમજ્યા વગર બોલવામાં માહેર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
