ચિદમ્બરમે સ્વીકાર્યું; નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે પડકારરૂપ
નવી દિલ્હી, 10 નવેમ્બર : ભાજપના પીએમ પદના ઉમેદવાર અેન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કોંગ્રેસ પાર્ટી એક પડકાર તરીકે ગણે છે એવું કેન્દ્રીય નાણાં પ્રધાન પી ચિદમ્બરમે કબૂલ કર્યું છે.
આજે ગોવાના પણજીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિચારવિમર્શ દરમિયાન ચિદમ્બરમે કહ્યું કે રાજકીય પક્ષ તરીકે અમે એમને (મોદીને) એક ચેલેન્જર તરીકે ગણીએ છીએ. તે દેશના મુખ્ય વિરોધ પક્ષના ઉમેદવાર છે. અમારે તેમની અવગણના કરાય નહીં. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓ કેમેરા પર નરેન્દ્ર મોદીને ખાસ મહત્વ આપતા ન હતા. ચિદમ્બરમે જણાવ્યું કે આમ છતાં એક વ્યક્તિ તરીકે હું મોદીની વિચારસરણી, ફિલસૂફી અને જાહેરમાં તે જે પ્રકારની ભાષા બોલે છે તેને હું સ્વીકારતો નથી.

નોંધનીય છે કે આ પહેલા 8 ઓક્ટોબર, 2013ના રોજ એક વિદેશી સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ ચિદમ્બરમે સ્વીકાર કર્યો હતો કે ભારતના શહેરી યુવાનોમાં નરેન્દ્ર મોદીનો ભારે ક્રેઝ છે. તેણે જણાવ્યું કે વર્તમાન રેલીઓમાં નરેન્દ્ર મોદી માત્ર ચૂંટણી વાયદા કરી રહ્યા છે. કોઇ મોટા અને ગંભીર મુદ્દે મોદીએ પોતાના વિચારો રજૂ કર્યા ન હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
