નરેન્દ્ર મોદી તમિલનાડુમાં : જયલલિતાએ કર્યો ભાજપ પર પ્રહાર
ચેન્નાઇ, 14 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુમાં લોકસભા ચૂંટણી 2014 માટે સાથી ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવા ચેન્નાઇ પહોંચે તેના થોડા કલાકો પહેલા જ એઆઇએડીએમકેના મહાસચિવ અને તમિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિતાએ ઇચ્છા ન હોવા છતાં આ ચૂંટણીઓમાં પ્રથમવાર ભાજપ સામે શાબ્દિક પ્રહાર કર્યો છે.
ભાજપની આગેવાનીવાળી નેશનલ ડેમોક્રેટિક અલાઇન્સ (એનડીએ)ના ઘટક પક્ષ હોવા છતાં જયલલિતાએ ભાજપ પર કરેલા હુમલાને કારણે અનેક અટકળોને વેગ મળ્યો છે. સાથે આવનારા સમયમાં રાજકારણના સમીકરણો બદલાવાની શક્યતા અંગે પણ ચર્ચા શરૂ થઇ છે.
રવિવારે કરૂરમાં એક ચૂંટણી સભામાં બોલતા જયલલિતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને કાવેરી જળ વિવાદ મુદ્દે ભીંસમાં લેતા જણાવ્યું કે મતદારો એટલી ખાતરી આપજો કે કોંગ્રેસ અને ભાજપમાંથી એક પણ ઉમેદવારને તેમની બેઠક પરથી ડિપોઝિટ પણ પાછી ના મળી શકે.

ઉલ્લેખનીય છે કે જયલલિતાએ અગાઉ નક્કી કર્યું હતું કે તેઓ કાવેરી જળ વિવાદ મુદ્દે ભાજપ પર પ્રહારો કરવાનું ટાળશે. આમ છતાં અનિચ્છાએ પણ જયલલિતાએ કાવેરી જળ વિવાદ, રામ મંદિર અને યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી છે.
જયલલિતાનું આક્રમક વલણ અનેક બાબતોનું પરિણામ છે. ડીએમકેને બે ઇસ્લામિક પાર્ટીનું સમર્થન મળ્યું છે. જ્યારે મોદીની આગેવાનીમાં એનડીએ આવું સમર્થન મેળવી શક્યું નથી. વર્તમાન સમયમાં એઆઇએડીએમકેને મુસ્લિમોનું સમર્થન મળી રહ્યું છે. જો કે ભાજપ સાથેના જોડાણને કારણે ચૂંટણી બાદ તેની સ્થિત પર અસર પડી શકે છે. વળી, એક બિન રાજકીય મુસ્લિસ સંસ્થા ટીએનટીજે દ્વારા એઆઇએડીએમકેને સમર્થન પાછું ખેંચી લેવાતા જયલલિતાએ આ વલણ અપનાવ્યું છે.
બીજી તરફ એનડીએ દ્વારા 24 એપ્રિલે મતદાન યોજાય એ પહેલા પ્રચાર કરવા માટે નરેન્દ્ર મોદીની સભાઓ ગોઠવી છે. અત્યાર સુધી જયલલિતા ડીએમકે અને તેના સાથી કોંગ્રેસને જ નિશાન બનાવતા હતા કારણ કે ભાજપ અને એનડીએ તેના સાથી પક્ષ છે જ્યારે મોદી સાથે તેમની મિત્રતા છે. જોકે મુસ્લિમોની નારાજગીથી ભાજપને ખાસ ગુમાવવાનું નહીં રહે પણ જયલલિતાને મોટો ફટકો પડી શકે છે. આથી તેમણે એનડીએ-ભાજપને નિશાન બનાવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
