તબીબી સંશોધનમાં ભારત પાછળ રહી ગયું છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 20 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું કે ભારત તબીબી ક્ષેત્રમાં શોધના મામલામાં પાછળ જઇ રહ્યો છે. આ દિશામાં વધારે કામ કરવાની જરૂરીયાત છે.
મોદીએ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)ના 42માં પદવીદાન સમારંભમાં જણાવ્યું કે 'ભારત તબીબી ક્ષેત્રમાં શોધના મામલામાં પાછળ જઇ રહ્યો છે અને આ દિશામાં ખૂબ જ સંશોધન કરવાની જરૂરીયાત છે. આપણે શોધ, ખાસ કરીને કેસ હિસ્ટ્રી પર ધ્યાન આપવાની જરૂરીયાત છે. આ માનવતા માટે ખૂબ જ મોટું યોગદાન બની રહેશે.' વડાપ્રધાને પદવીદાન સમારંભમાં ખાસ અતિથિઓને આમંત્રિત કરવાનું સૂચન આપ્યું.

સભાગૃહમાં તાળીઓના ગડગડાટની વચ્ચે મોદીએ જણાવ્યું કે 'આ વિદ્યાર્થીઓની વચ્ચે ઉત્સુકતા પેદા કરશે, તેમને સપના જોવામાં મદદ કરશે જેનો મોટો પ્રભાવ પડશે.'

વડાપ્રધાને જણાવ્યું કે એઇમ્સમાં આપ ખૂબ જ સુરક્ષિત હતા. અત્રે આપની મદદ માટે વરિષ્ઠ વિદ્યાર્થીઓથી લઇને શિક્ષકો બધા હતા. પરંતુ હવે આપ મોટી કક્ષાઓમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છો, જ્યાં આપે આપના નિર્ણય જાતે લેવા પડશે.
I was never a good student, nor did I get a chance to receive an award: PM Modi at AIIMS convocation function pic.twitter.com/p4awxj6Glx
— ANI (@ANI_news) October 20, 2014 વડાપ્રધાને સંબોધનના સમાપનમાં જણાવ્યું કે ''તેમને સમજાતુ નથી કે તેમને આ સમારંભમાં શા માટે આમંત્રિત કરવામાં આવ્યા, કારણ કે હું એક સારો દર્દી પણ નથી કે નથી કોઇ ડોક્ટર. મને આમંત્રિત કરવામાં આવ્યો કારણ કે હું વડાપ્રધાન છું. આ દેશનું દુર્ભાગ્ય છે કે અમે(રાજનેતા) દરેક જગ્યાએ છીએ.''
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
