આજ સુધી હું અસ્પૃશ્યતાનો ભોગ બનતો આવ્યો છું: નરેન્દ્ર મોદી
કોચ્ચિ, 9 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં દક્ષિણ ભારતની યાત્રા પર છે. નરેન્દ્ર મોદીએ આજે કોચ્ચિ ખાતે રેલીને સંબોધી હતી.
નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં જણાવ્યું કે ગઇ સદીમાં મોટાભાગના મહાપુરુષો કાંતો નીચી જ્ઞાતિમાં પેદા થયેલા અથવા તો દલિત, શોષિત સમાજમાં પેદા થયેલા લોકોની સેવામાં પોતાનું જીવન ખપાવી દીધું હતું. મહાત્મા એંયાકલે, મહાત્મા ગાંધી, ડોંક્ટર આંબેડકર, જ્યોતિબા ફૂલે વગેરે... કોચ્ચિના મેયરનું નામ લખ્યું છે પરંતુ તેઓ આવ્યા નહીં, હું આજે પણ અનટબિલિટીનો શિકાર બનતો રહ્યો છું.
ભાઇઓ બહેનો હું ખૂબ જ નમ્રતાપૂર્વક કહેવા માગુ છું કે આઝાદીના 60 વર્ષોમાં જે પણ ઉતાર ચડાવ આવ્યા છે, તેની પાછળ કોઇની પણ અસર રહી હોય પરંતુ મારા શબ્દો લખીને રાખજો કે આવનારા 10 વર્ષ દલિતો-શોષિતોનું ચાલશે.
હું જ્યારે નાનો હતો ત્યારે મારી માતા આજુબાજુમાં ઘરોમાં વાસણ માંજતી હતી, પાણી વેચતી હતી, અને હું રેલના ડબ્બામાં ચા વેચતો હતો. નાનપણમાં શાળામાં એક નાટક કરતો હતો. તેનું નામ હતું 'પીળો પૂલ'. અને તે અભિનય સંપૂર્ણપણે અસ્પૃશ્યતાની વિરુદ્ધ મારી ભાવનાઓને પ્રકટ કરતી હતી. આની વિરુધ્ધ હું શાળાકીય જીવનમાં પણ લડત લડતો હતો.
જ્યારે હું મુખ્યમંત્રી બન્યો તો સરકારી અધિકારીઓએ જણાવ્યું કે બંગલા પર જતા પહેલા પૂજા થઇ જાય તો સારુ છે. મે તેમને જણાવ્યું કે એક કામ કરો.. મેં તેમને કહ્યું આપણી સરકારના કોઇ દલિત સમાજના કોઇ પટાવાળાની દીકરીના હાથે ત્યાંની પૂજા કરાવો પછી હું તે ઘરમાં રહેવા માટે જઇશ. મિત્રો આપને એ જાણીને ખુશી થશે કે હમણા અમારા ગુજરાતમાંથી અમે રાજ્યસભાના ચૂંટણીમાં અમારી પાર્ટીએ એક દલિતને સાંસદ તરીકે મોકલ્યો છે. અને બીજો રાજ્યસભાનો મેમ્બર એક માછીમાર છે. પહેલી વાર એવું બનશે કે કોઇ માછીમાર રાજ્યસભામાં બેસશે.
છેલ્લા 60 વર્ષોથી જે લોકો સરકાર ચલાવી રહ્યા છે તેમને એમજ લાગે છે કે બધું જ એક પરિવારે કર્યું છે, બાકી કોઇએ કંઇ નથી કર્યું. દરેક નેતાઓ પર એક આરોપ લાગે છે કે તેઓ સત્તામાં આવે છે અને પોતાના પરિવારને માલામાલ કરી દે છે. મેં સરકારમાં આવીને મારા પરિવાર માટે કઇ નથી કર્યું. જો આપ 2014 માટે મને સાથ આપશો તો હું પરિવાર માટે કંઇક કરવા માગું છું, મારો પરિવાર એ નથી જેણે મને જન્મ આપ્યો પરંતુ મારો પરિવાર આપ છો, જેમના માટે હું કંઇક કરવા માંગુ છું. ભાઇઓ-બહેનો આપ મારો પરિવાર છો, આ દલિત, શોષિત, આદિવાસી મારો પરિવાર છે. હું તેમની વચ્ચેથી જ આવું છું.

બાબા સાહેબ આંબેડકરે ત્રણ વસ્તુઓ કહી હતી, જેનું આજે પણ મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે 'શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો..'
હવે આપણે ન્યાય માટે ભીખ નહીં માગીએ. ન્યાય આપણો અધિકાર છે. વોટબેંકની રાજનીતિમાં તોડો અને રાજ કરો એવું જ ચાલી આવ્યું છે. જાતજાતના ભેદભાવ ઉભા કરીને લડાવવામાં આવ્યા અને રાજ કરવામાં આવ્યું.
આ વોટ બેંકની રાજનીતિ કરનારા લોકો ઝેરની ખેતી કરવામાં માહેર છે. આ રંગનાથ મિશ્ર કમિશન ઝેરની ખેતી કરવાના કામમાં લગાવવામાં આવ્યા છે. આ કમિશન દ્વારા દલિતોમાં ઝેર રેડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. 100 દિવસ બાદ દિલ્હીમાં સરકાર બદલાઇ જશે. નવી સરકાર ઝેરની ખેતી કરનારાઓને વિદાય આપી દેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
