મોદીએ આઝમગઝમાં ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો
આઝમગઢ, 8 મે: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે નરેન્દ્ર મોદી આજે આઝમગઢમાં ભારજ વિજય રેલીને સંબોધી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ આ રેલીમાં જણાવ્યું કે આ વખતની ચૂંટણી એક દમ અલગ છે. આ વખતની ચૂંટણી લોકો લડી રહ્યા છે.
આટલી ગરમીમાં પણ તમે આટલી મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છો તેના માટે હું આપ સૌનો આભાર માનું છું. પહેલા લોકો નિરાશા, મજબૂરી, મુશ્કેલીઓમાં જ દબાયેલા રહેતા હતા. આ પહેલી વખત એવી ચૂંટણી છે જેમાં લોકોને એક નવી આશા છે. શું આપને એવું લાગે છે કે સારા દિવસો આવવાના છે. આપનો એક વોટ 60 વર્ષની ભ્રષ્ટ રાજનીતિમાંથી બહાર કાઢી શકે છે.
આપ મને જણાવો કે લખનઉમાં પહેલા બહેનજીની સરકાર હતી, પછી બાપ-બેટાની સરકાર આવી, સાથે ભાઇ-ભત્રીજાનો વ્યવસાય આવ્યો. કેન્દ્રમાં મા-બેટાની સરકાર આવી. આપ મને જણાવો કે આ દસ વર્ષમાં આપનું કોઇ ભલું થયું છે? ખેડૂતો કે ગામડાઓનું ભલું થયું છે? આ લોકોને આપણે દેશનું ભલું કરવા માટે સત્તામાં લાવીએ છીએ, પરંતુ આ લોકો તો ભાઇ-ભત્રીજા, ચાચા-બહુ અને દોસ્તારોના જ ભલાઇમાં લાગ્યા છે, તેમને દેશની ચિંતા નથી.
છેલ્લા ત્રણ તબક્કાથી ચૂંટણીમાં બૂથ કેપ્ચરીંગની ઘટનાઓ ઘટી રહી છે. હું ચૂંટણી કમીશનને ફરી જણાવવા માંગુ છું કે તેઓ પોતાની નિષ્પક્ષ જવાબદારીઓ નથી નીભાવી રહી. હું ખૂબ જ જવાબદારીપૂર્વ ભારતના ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યો છું. અહીં નેતાજી પોતે પોતાનું ભવિષ્ય બચાવવા આવ્યા હતા. અહીં નેતાજીની કારકિર્દી બચવાની નથી.
મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું વાંચો અને સાંભળો...

આ લોકો વંશવાદની રાજનીતિ કરી રહ્યા છે
આપ મને જણાવો કે લખનઉમાં પહેલા બહેનજીની સરકાર હતી, પછી બાપ-બેટાની સરકાર આવી, સાથે ભાઇ-ભત્રીજાનો વ્યવસાય આવ્યો. કેન્દ્રમાં મા-બેટાની સરકાર આવી. આપ મને જણાવો કે આ દસ વર્ષમાં આપનું કોઇ ભલું થયું છે? ખેડૂતો કે ગામડાઓનું ભલું થયું છે? આ લોકોને આપણે દેશનું ભલું કરવા માટે સત્તામાં લાવીએ છીએ, પરંતુ આ લોકો તો ભાઇ-ભત્રીજા, ચાચા-બહુ અને દોસ્તારોના જ ભલાઇમાં લાગ્યા છે, તેમને દેશની ચિંતા નથી.

ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ
છેલ્લા ત્રણ તબક્કાથી ચૂંટણીમાં બૂથ કેપ્ચરીંગની ઘટનાઓ ઘટી રહી છે. હું ચૂંટણી કમીશનને ફરી જણાવવા માંગુ છું કે તેઓ પોતાની નિષ્પક્ષ જવાબદારીઓ નથી નીભાવી રહી. હું ખૂબ જ જવાબદારીપૂર્વ ભારતના ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યો છું. અહીં નેતાજી પોતે પોતાનું ભવિષ્ય બચાવવા આવ્યા હતા. અહીં નેતાજીની કારકિર્દી બચવાની નથી.

દેશનું ભલું કરવું હોય તો ખેડૂતનું ભલું કરવું પડશે
ચૂંટણી ઢંઢેરામાં ભાજપે જણાવ્યું છે કે ખેડૂતો માટે જે સમર્થનની નીતિ છે તે એક રાજ્યમાં અલગ અને બીજા રાજ્યમાં અલગ હોય છે. ખેડૂતને કોઇ યોગ્ય ખરીદદાર નથી મળતો. અને ભાવ ના મળતા ખેડૂતને નુકસાન જાય છે અને તેને આત્મહત્યા કરવાનો વારો આવે છે. અમે ચૂંટણી ઢંઢેરામાં એક ખાસ વ્યવસ્થા તૈયાર કરી છે જેના આધારે મીનીમમ સપોર્ટ પ્રાઇઝ નક્કી કરાશે, અને ખેડૂતના તમામ ખર્ચાને મળાવીને જે ખર્ચ થશે તેની પર 50 ટકા નફો લગાવવામાં આવશે. આવી રીતે ખેડૂતે આત્મહત્યા કરવાનો વારો નહીં આવે. દેશનું ભલું કરવું હોય તો ખેડૂતનું ભલું કરવું પડશે.

રોકો રોકો ભાઇ મોદી રોકો...
આપ મને જણાવો કે આ કોંગ્રેસ, સપા, અને બસપા અલગ અલગ છે શું? આ લોકો લખનઉમાં કુસ્તી કરે છે અને દિલ્હીમાં જઇને દોસ્તી કરે છે. લખનઉમાં તું-તું મેમે કરે છે અને દિલ્હીમાં જઇને એક જ થાળીમાં જમે છે, અને દિલ્હીવાળી મેડમ તેમને પીરસે છે. ત્રણે પાર્ટીઓ ખેડૂતો, ભ્રષ્ટાચાર, વિકાસ પર વાત નથી કરતા તેઓ એક જ વાત કરે છે કે રોકો રોકો ભાઇ મોદી રોકો... કારણ કે તેમને ખ્યાલ છે કે 16 તારીખે જો મોદી આવી ગયો કે તો તેમની જગ્યા ક્યાં હશે.

હું તમને મજબૂત હિન્દુસ્તાન આપીશ
આપ મને એમ કહો દિલ્હીમાં કેવી સરકાર જોઇએ? ઢીલીઢાલી સરકાર ચાલશે?, રિમોટવાળી સરકાર ચાલશે? માબેટાના ઓક્સિઝનવાળી સરકાર ચાલશે? નહીં ચાલે. નાનું બાળક પણ નબળા ટિચરને સાખી લેતો નથી. જો દિલ્હીમાં મજબૂત સરકાર બનાવવી હોય તો ઉત્તર પ્રદેશમાંથી તમારે બધા કમળ દિલ્હીમાં મોકલવા પડશે. તમે મને મજબૂત સરકાર આપો, હું તમને મજબૂત હિન્દુસ્તાન આપીશ.

ભારે મતદાન કરી નેતાઓના 12 વગાડી દેજો
નરેન્દ્ર મોદીએ લોકોને ભારે મતદાન કરવાનું આહ્વાન કર્યું હતું. પહેલા મતદાન પછી જલપાનનું સૂત્ર મોદીએ લોકોને આપ્યું. મોદીએ લોકોને જણાવ્યું કે 12 તારીખના રોજ ભારે મતદાન કરી આપ સપા, બસપા, અને કોંગ્રેના નેતાઓના 12 વગાડી દેજો.
મોદીને સાંભળો વીડિયોમાં...
મોદીને સાંભળો વીડિયોમાં...
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
