આપ મને મજબૂત સરકાર આપો હું તમને મજબૂત હિન્દુસ્તાન આપીશ: મોદી
ફૈઝાબાદ, 5 મે: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં રેલીઓને સંબોધીત કરી રહ્યા છે. 7 મેના રોજ આઠમાં તબક્કાનું મતદાન યોજાવાનું છે, જેના પગલે આ જે લોકસભા બેઠકોનું મતદાન 7 મેના રોજ યોજાવાનું છે તે બેઠકો પર ચૂંટણી પ્રચાર મોદી કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ હંમેશની જેમ કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર અને તેના કાર્યો પર સવાલો ઉઠાવ્યા, તેમજ ઉત્તર પ્રદેશની સત્તા પાર્ટી સમાજવાદી પાર્ટી અને વિપક્ષ બસપાને પણ પોતાના નિશાના પર લઇને પ્રહારો કર્યા.
મોદીએ ફૈઝાબાદમાં ચૂંટણી સભાને સંબોધી, જુઓ મોદીએ શું કહ્યું...

કલ્યાણ રાજ્ય જોઇએ તો રામરાજ્ય હોવું જોઇએ
મહાત્મા ગાંધી કહેતા હતાં કે કલ્યાણ રાજ્ય જોઇએ તો રામરાજ્ય હોવું જોઇએ. જ્યારે દેશમાં સૌવના કલ્યાણની વાત કરવામાં આવી હોય. ત્યારે તે દેશને વોટબેંકની રાજનીતિએ તબાહ કરી નાખ્યો છે. ભાઇઓ બહેનો દેશને તોડનારી રાજનીતિએ 60 વર્ષ બરબાદ કરી દીધા છે. દેશને હવે જોડનારી સરકારની જરૂર છે. પરંતુ ભાઇઓ બહેનો આ ખુર્શીનો રોગ સમગ્ર દેશને તબાહ કરી નાખ્યો છે.

આ લોકો તમારા ગુનેગાર છે
ભાઇઓ બહેનો કોંગ્રેસ પાર્ટી તેના માટે પહેલી ગુનેગાર છે. બીજી ગુનેગાર છે બાપ-બેટાની સરકાર, ત્રીજી ગુનેગાર છે દીદીની સરકાર. આ કેવા લોકો છે સપાની સરકાર સત્તામાં આવે તો બસપાનો હિસાબ કરે છે અને બસપા સત્તામાં આવે છે તો સપાનો હિસાબ કરે છે. આ સરકારમાં જે લોકો બેઠા છે તેમણે જનતાને હિસાબ આપવો જોઇએ કે નહીં? તેઓ નથી આપતા.

કોંગ્રેસનું ધોખાપત્ર છે
કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરા 2009માં જણાવ્યું હતું, આ વખતે તેમનો ધોખાપત્ર છે, અને આ જ તેમનો ધંધો છે. ભાઇઓ બહેનો આ માબેટાની પાર્ટીએ 2009માં જણાવ્યું હતું કે તેમની સરકાર બની તો તેઓ 10 કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું. અહીં કોઇ છે જેમને દિલ્હીએ રોજગાર આપ્યો હોય? જનતાએ જણાવ્યું ના. આ વચન ભંગ કર્યું છે તો શું રામજીની ભૂમિમાં વચનભંગોને માફી અપાય? મા-બેટાની સરકારે 10 વર્ષમાં માત્ર દોઢ કરોડ લોકોને જ રોજગાર આપ્યો છે.

સપા, બસપા, કોંગ્રેસ એક જ છે
મિત્રો આ સપા, બસપા, કોંગ્રેસ એકના એક જ છે. નેતાજીને, બહેનજીને સીબીઆઇથી કોણ બચાવે છે? કોંગ્રેસ બચાવે છે. અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર કોણ બચાવે છે? સપા અને બસપા. આ લખનઉમાં કુસ્તી કરે છે અને દિલ્હીમાં જઇને મસ્તી કરે છે. સપા, બસપા એક જ થાળીમાં જમે છે અને મેડમ પીરસે છે.

રામ જન્મભૂમિથી આપને વિશ્વાસ આપું છું કે
આપ માનો છો કે ભ્રષ્ટાચારે દેશને બરબાદ કર્યો છે? શું આ બસપા, સપા ભ્રષ્ટાચારને રોકી શકશે? તમે જ કહો દેશમાં ભ્રષ્ટાચારને કોણ રોકી શકશે? લોકોએ કહ્યું મોદી મોદી... હું રામની જન્મભૂમિથી આપને વિશ્વાસ આપું છું કે મરતા સુધી ભ્રષ્ટાચારની સામે લડતો રહીશ.

આ સંસ્કારો અમારા લોહીમાં છે
ભાઇઓ હું ગરીબ ઘરમાં જન્મ્યો છું, એટલે મને ખ્યાલ છે કે જ્યારે ઘરમાં ચૂલો ના સળઘે ત્યારે શું અનુભવ થાય છે તેનો મને ખ્યાલ છે. મારી માતા 95 વર્ષની છે, હમણાં જ્યારે તે વોટિંગ કરવા ગઇ તો તે ભાડાની રીક્ષામાં ગઇ હતી. આ સંસ્કારો અમારા લોહીમાં છે.

આપને ગુજરાતમાં આવવાનું મન થાય છેને?
આપ મને જણાવો કે મારો પૂર્વ ઉત્તર પ્રદેશ, અહીનો એક ગામ એવો નથી જ્યાંનો કોઇ પરિવાર મારા ગુજરાતમાં રોજીરોટી ના કમાતો હોય. આપ મને જણાવો કે આપના પરિવાર ત્યાં રહે છે તો શું તેમને ક્યારેય તકલીફ આવી છે? તમને પણ ગુજરાતમાં આવવાનું મન થાય છેને?

અહીં મોતનો ધંધો બંધ થવો જોઇએ
મારે તમને એ પૂછવાનું છે કે મારા ઉત્તર પ્રદેશમાં આટલી પોલીસ છે, તો પછી દરેક લોકોની પાસે બંદૂક કે પિસ્તોલ કેમ રાખવી પડે છે. તે પોતાના બાળકને ભણવાની ફીસ નથી આપતો, મા-બાપને દવાના રૂપિયા નથી આપતો પરંતુ તે બંદૂક ખરીદે છે શા માટે કારણ કે તે અસુરક્ષાનો ભાવ અનુભવે છે. એક વર્ષમાં 5 હજાર લોકોની હત્યા થઇ ગઇ. આ ગુંડાગર્દી બંધ થવી જોઇએ. દરેક વ્યક્તિ સામાન્ય જીવન ગાળવો જોઇએ.

ઉત્તર પ્રદેશને ગુજરાત બનાવું છે
અહીંથી જ્યારે કોઇ બહેન, બેટી કે બેટો ગુજરાત જવા માટે નીકળે છે ત્યારે માતા સલાહ આપે છે કે ટ્રેનમાં ઊંઘી ના જતી, પોતાનું બેગ સંભાળજે, વારંવાર ફોન કરીને પૂછે છે કે કેટલે પહોંચ્યો, જ્યારે બાળક ગુજરાત પહોંચવા આવ્યો એમ કહે છે ત્યારે માને શાંતિ વળે છે. મારે એવું ઉત્તર પ્રદેશ બનાવવું છે.

મને મજબૂત સરકાર આપો હું તમને મજબૂત હિન્દુસ્તાન આપીશ
દિલ્હીમાં ઢીલી સરકાર નહીં મજબૂત સરકારની જરૂર છે. જો પોલીસવાળામાં દમ ના હોય તો કામ ચાલે? નાના બાળકને પણ નબળો ટિચર જોઇએ છે. તો સવાસો કરોડ લોકોને મજબૂત સરકાર જોઇએ કે નહીં? માટે ઉત્તર પ્રદેશમાંથી બધા જ કમળ મોકલી આપો. તમારા દિલમાં કમળ હોય પરંતુ સાત તારીખે મતદાન કરો અને કમળના નિશાન પર બટન દબાવીને મજબૂત સરકારની રચના કરો. મોદીએ છેલ્લે કહ્યું આપ મને મજબૂત સરકાર આપો હું તમને મજબૂત હિન્દુસ્તાન આપીશ.
મને મજબૂત સરકાર આપો હું તમને મજબૂત હિન્દુસ્તાન આપીશ
મને મજબૂત સરકાર આપો હું તમને મજબૂત હિન્દુસ્તાન આપીશ, મોદીને સાંભળો વીડિયોમાં...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
