મોદીનો સોનિયા પર વળતો પ્રહાર, કોંગ્રેસીઓ બ્લેક જાદુગર
દાર્જલિંગ, 10 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દાર્જલિંગમાં સભાને સંબોધિત કરી રહ્યા છે, નરેન્દ્ર મોદી ભારત વિજય રેલીમાં આવીને સભાને સંબોધી રહ્યા છે. મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
મોદીએ જણાવ્યું હતું કે દાર્જલિંગના ઇતિહામાં આવી રેલી ક્યારેય નહીં થઇ હોય. અહીંનો માહોલ જોઇને સ્પષ્ટપણે દેખાઇ આવે છે કે દેશની હવા કઇ તરફ છે. આ વખતની ચૂંટણી કોઇ પક્ષો વચ્ચેની લડાઇ નથી, પરંતુ જનતાની લડાઇ છે.
મિત્રો તમે મને જણાવો કે તમારા માતાપિતાએ જે સમસ્યાઓનો સામનો કર્યો, જે મુશ્કેલીમાં જીવ્યા શું તમે પણ એવી જ રીતે જીવવા માગો છો? જો ના તો હવે કોંગ્રેસને હટાવવી પડશે. જો તમારે સારા રસ્તા જોઇને તો તમારે દિલ્હીમાં સારા માસ્તરજીને બેસાડવા પડશે.
નરેન્દ્ર મોદીએ દાર્જિલિંગમાં શું કહ્યું સાંભળો વીડિયોમાં...

ત્યાં સુધી અહીંના સીએમને ખાવાનું હજમ નથી થતું
હું તો વિચારતો હતો કે અહીના મુખ્યમંત્રી કોંગ્રેસ, લેફ્ટની ટિકા કરશે પરંતુ દિવસમાં 100 વખત જો તેઓ મોદીની ટિકા ના કરે તો તેમને ખાવાનું હજમ નથી થતું. સારું થાત કે પશ્ચિમ બંગાળ વિકાસ માટે સ્પર્ધા કરતું. પરંતુ તેમણે માત્ર એક જ સ્પર્ધા પકડી છે માત્ર વોટબેંકની રાજનીતિ. હિમાલય તરફના જે વિસ્તાર છે તેમના વિકાસ માટે અગલથી વિચાર કરવાની જરૂર છે. અને ભારતીય જનતા પાર્ટીનું તમને વચન છે.

દેશની સુરક્ષામાં ગુરખાભાઇઓનું મોટું યોગદાન
આજે હિન્દુસ્તાનમાં એવો કોઇ ભાગ નથી જ્યાં આપણો ગુરખાભાઇ ના હોય. તમે ગમે ત્યા જાવ લોકોને પોલીસ પર વિશ્વાસ નથી હોતો પરંતુ ગુરખા સિક્યુરિટી પર વિશ્વાસ છે. આ નાની ઇજ્જત નથી મારા ભાઇઓ. આ ઇજ્જત તમે જાતે કમાવી છે. અમે જ્યારે નાના હતા ત્યારે એવરેસ્ટને સર કરનાર તેનસિંઘનું નામ સાંભળીને ગદગદીત થઇ જતા હતા. પરંતુ સરકારે તેમના સન્માન માટે કંઇ કર્યું નથી. મારા ગુરખા ભાઇઓનું દેશની સુરક્ષામાં મોટું યોગદાન છે.

વિકાસનો મંત્ર
હું મારા ગુરખા ભાઇઓને કહેવા માંગુ છું કે તમારા સપના એ અમારા સપના છે. અમારો વિચાર છે કે સૌનો સાથ સૌનો વિકાસ. દરેકના વિકાસનો મંત્ર લઇને ભારતીય જનતા પાર્ટી આજે તમારી પાસે આવી છે.

બાંગ્લાદેશી ઘુસણખોર
મિત્રો આ બાંગ્લાદેશી ઘુસણખોરો મોટી સમસ્યા છે કે નહીં? તેમના કારણે તમારી રોજીરોટી છીનવાઇ રહી છે, આપના અધિકાર છીનવાયા છે કેનહી? મિત્રો બાંગ્લાદેશથી આવેલા નમો સૂત્રને દિલ્હીમાં બેસાડવા માટે કોંગ્રેસ તૈયાર નથી, તો શું પાકિસ્તાન બેસાડશે? હવે તો હું પણ નમો છું. આપણો દેશ સાર્વભૌમ દેશ છે. આ દરેક હિન્દુસ્તાનીનો દેશ છે, તે ક્યારેય વિદેશીઓની ઘુસણખોરીને સાખી નહીં લે. જે ઘુસણખોર છે તેઓ દેશને સમાપ્ત કરી રહ્યા છે.

કોંગ્રેસનો બ્લેક મેજિક
ગઇકાલે મેડમ સોનિયાજીએ એક ભાષણ કર્યું. તેમણે જણાવ્યું કે ભાજપ એક એવા જાદુગરને લાવી છે જે બધુ જ સરખુ કરી દેશે. મેડમ આ દેશ જાદુથી નહીં પરંતુ બ્લેક મેજિકથી ડરેલો છે. તમારા બ્લેક જાદુગરોએ રોજગાર દુર કર્યો, નોર્થ ઇસ્ટના બાળકોની રક્ષા કરવી ગાયબ કરી દીધી છે. તેમણે એવી કાળી પટ્ટી બાંધી દીધી છે લોકોના આંખે કે કોઇને કંઇ દેખાતું જ નથી.

નક્સલવાદ નથી માઓવાદ છે
આપણા ત્યાં નક્સલવાદ પનપી રહ્યો છે. તેમના જીવનનો ઉધ્ધાર નથી થયો. નક્સલવાદ ખતમ થઇ ગયો છે પરંતુ શબ્દ રહી ગયો છે. આ ચીનનો ખેલ છે, નિર્દોષોને ખતમ કરી દેવામાં આવે છે. નક્સલવાદ તો ખતમ થઇ ગયો પરંતુ આ માઓવાદ છે. મિત્રો અમને એક તક આપો આવા વિસ્તારનો કેવી રીતે ઉદ્ધાર કરીશું.

ટી ગાર્ડન.. અને ટૂરીઝમ
કોંગ્રેસ તો જૂઠી છે. 'હર હાથ લૂંટ.. હર હોઠ જૂઠ' તેમનું સૂત્ર છે. મારી પાસે બે ટી છે. ટી ફોર ટી ગાર્ડન.. અને ટૂરીઝમ. આ બે ક્ષેત્રોને વિકસાવવાની જરૂર છે. શા માટે લોકો દાર્જિલિંગની ચા છોડીને શ્રીલંકાની ચા પીવા લાગ્યા. અને ચા સાથે તો મારો અતૂટ નાતો છે. ચા ના હોત ખબર નથી મારું શું થાત. તમે પણ ચાવાળા અને હું પણ ચાવાળો.

અસલી પરિવર્તન માટે કમળ
શું તમારે દિલ્હીમાં બોબળી-લંગળી સરકાર જોઇએ કે મજબૂત સરકાર? મજબૂત સરકાર માટે તમારે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક કમળ ખિલવવું પડશે. આ વખતે સૌથી વધારે કમળ જીતાડીને લોકસભામાં મોકલો અને પછી જુઓ અસલી પરિવર્તન. અમારા ત્રણેય ઉમેદવારોને ભારે બહુમતથી જીતાડવાની અપીલ કરું છું. પછી તમારે ત્યાં જેટલાં પણ ચિટ કાંડ થયા છે ને તે તમામ નેતાઓની વાત છે પછી ભલેને તે કોઇપણ પાર્ટીનો કેમ ના હોય.

ત્યાં સુધી અહીંના સીએમને ખાવાનું હજમ નથી થતું
હું તો વિચારતો હતો કે અહીના મુખ્યમંત્રી કોંગ્રેસ, લેફ્ટની ટિકા કરશે પરંતુ દિવસમાં 100 વખત જો તેઓ મોદીની ટિકા ના કરે તો તેમને ખાવાનું હજમ નથી થતું. સારું થાત કે પશ્ચિમ બંગાળ વિકાસ માટે સ્પર્ધા કરતું. પરંતુ તેમણે માત્ર એક જ સ્પર્ધા પકડી છે માત્ર વોટબેંકની રાજનીતિ. હિમાલય તરફના જે વિસ્તાર છે તેમના વિકાસ માટે અગલથી વિચાર કરવાની જરૂર છે. અને ભારતીય જનતા પાર્ટીનું તમને વચન છે.

દેશની સુરક્ષામાં ગુરખાભાઇઓનું મોટું યોગદાન
આજે હિન્દુસ્તાનમાં એવો કોઇ ભાગ નથી જ્યાં આપણો ગુરખાભાઇ ના હોય. તમે ગમે ત્યા જાવ લોકોને પોલીસ પર વિશ્વાસ નથી હોતો પરંતુ ગુરખા સિક્યુરિટી પર વિશ્વાસ છે. આ નાની ઇજ્જત નથી મારા ભાઇઓ. આ ઇજ્જત તમે જાતે કમાવી છે. અમે જ્યારે નાના હતા ત્યારે એવરેસ્ટને સર કરનાર તેનસિંઘનું નામ સાંભળીને ગદગદીત થઇ જતા હતા. પરંતુ સરકારે તેમના સન્માન માટે કંઇ કર્યું નથી. મારા ગુરખા ભાઇઓનું દેશની સુરક્ષામાં મોટું યોગદાન છે.

વિકાસનો મંત્ર
હું મારા ગુરખા ભાઇઓને કહેવા માંગુ છું કે તમારા સપના એ અમારા સપના છે. અમારો વિચાર છે કે સૌનો સાથ સૌનો વિકાસ. દરેકના વિકાસનો મંત્ર લઇને ભારતીય જનતા પાર્ટી આજે તમારી પાસે આવી છે.

બાંગ્લાદેશી ઘુસણખોર
મિત્રો આ બાંગ્લાદેશી ઘુસણખોરો મોટી સમસ્યા છે કે નહીં? તેમના કારણે તમારી રોજીરોટી છીનવાઇ રહી છે, આપના અધિકાર છીનવાયા છે કેનહી? મિત્રો બાંગ્લાદેશથી આવેલા નમો સૂત્રને દિલ્હીમાં બેસાડવા માટે કોંગ્રેસ તૈયાર નથી, તો શું પાકિસ્તાન બેસાડશે? હવે તો હું પણ નમો છું. આપણો દેશ સાર્વભૌમ દેશ છે. આ દરેક હિન્દુસ્તાનીનો દેશ છે, તે ક્યારેય વિદેશીઓની ઘુસણખોરીને સાખી નહીં લે. જે ઘુસણખોર છે તેઓ દેશને સમાપ્ત કરી રહ્યા છે.
મોદીનો સોનિયા પર વળતો પ્રહાર, કોંગ્રેસીઓ બ્લેક જાદુગર
મોદીનો સોનિયા પર વળતો પ્રહાર, કોંગ્રેસીઓ બ્લેક જાદુગર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications