નારાયણ રાણેનો ઠાકરે પર પ્રહાર, તમામ રહસ્યો જાહેર કરીશ-રાણે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ધરપકડ કરાયેલા ભાજપના નેતા નારાયણ રાણેએ જામીન પર છૂટ્યા બાદ શુક્રવારે રત્નાગિરીમાં ભાજપની જન આશિર્વાદ યાત્રામાં બોલતા ઠાકરે પર પ્રહાર કર્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ધરપકડ કરાયેલા ભાજપના નેતા નારાયણ રાણેએ જામીન પર છૂટ્યા બાદ શુક્રવારે રત્નાગિરીમાં ભાજપની જન આશિર્વાદ યાત્રામાં બોલતા ઠાકરે પર પ્રહાર કર્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને તેમના પરિવાર પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું કે, તેમણે મને ધમકી આપી, 39 વર્ષથી મારા હૃદયમાં તમામ રહસ્યો દબાયેલા છે. હું એક પછી એક ખોલીશ.

મંત્રી નારાયણ રાણેએ આગળ કહ્યું કે, મેં તેમની સાથે 39 વર્ષ સુધી કામ કર્યું છે, હું ઘણું બધું જાણું છું. હું જાણું છું કે કોણે પોતાના ભાઈની પત્ની પર એસિડ ફેંક્યું. આ કેવા 'સંસ્કાર' છે?" નારાયણ રાણે આગળ કહ્યું, "જો તમે ધરપકડ કરવા માંગો છો તો હું ઘણા ખુલાસા કરીશ, હું ડરતો નથી. કાયદો તમારા અને મારા માટે સમાન છે.
પોતાની ધરપકડ અંગે બોલતા નારાયણ રાણેએ આરોપ લગાવ્યો કે શિવસેનાના નેતૃત્વવાળો વિપક્ષ તેના અને ભાજપ પ્રત્યે લોકોની પ્રતિક્રિયા સ્વીકારી શકતો નથી. તેથી જ મારી ધરપકડ કરી. 200 પોલીસકર્મીઓ મને પકડવા આવ્યા, શું કહેવું.
નારાયણ રાણે સાથે તેમના મોટા પુત્ર નિલેશ રાણે પણ હતા. નિલેશ રાણેએ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે કોંકણ ક્ષેત્ર માટે સકારાત્મક કાર્ય અને વિકાસ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
