મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ બ્રજેશ ઠાકુરે 11 છોકરીઓની હત્યા કરી, હાડકાંની પોટલી મળી આવી
મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસઃ બ્રજેશ ઠાકુરે 11 છોકરીઓની હત્યા કરી, હાડકાંની પોટલી મળી આવી
નવી દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં કંપકપાવી મુકે તેવો ખુલાસો થયો છે. આ મામલાની તપાસ કરી રહેલ સીબીઆઈએ આશંકા જતાવી છે કે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેની સહયોગીઓએ 11 છોકરીઓની કથિત હત્યા કરી હતી. સીબીઆઈએ કહ્યું કે તેમને એક મસાણ પાસેથી હાડકાંઓની પોટલી મળી આવી છે. આ મામલામાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કર્યું છે.

બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ કથિત રૂપે હત્યા કરી
સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિટમાં સીબીઆઈએ કહ્યું કે તપાસ દરમિયાન નોંધાયેલ પીડિતોના નિવેદનોમાં 11 છોકરીઓના નામ સામે આવ્યાં છે, જેની બ્રજેશ ઠાકુર અને તેના સહયોગિઓએ કથિત રૂપે હત્યા કરી દીધી હતી. સીબીઆઈએ કહ્યું કે આરોપીઓમાંથી એકે જણાવેલ સ્થાન પર સ્મશાન ઘાટ પાસે ખાડો ખોદ્યો હતો જ્યાંથી હાડકાંઓનું એક બંડલ જપ્ત કરવામાં આવ્યું હતું.

મસાણ પર ખોદકામ કરતાં હાડકાંની પોટલી મળી
સીબીઆઈને આ મામલાની તપાસ સ્થાનાંતરિત કરી દેવામાં આવી હતી અને એજેન્સીએ ઠાકુર સહિત 21 લોકોને આરોપી બનાવતા ચાર્જશીટ દાખલ કરી હતી. શેલ્ટર હોમ કેસને લઈ ભારે હંગામો થયો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે બિહાર સરકારની તગડી ફટકાર લગાવી હતી.

આરોપી ગુડ્ડૂ પટેલે જણાવ્યું ક્યાં છૂપ્યાં હાડકાં
સીબીઆઈએ તપાસમાં કહ્યું કે એક આરોપી ગુડ્ડૂ પટેલની પૂછપરછ દરમિયાન સામે આવેલ તથ્યોના આધાર પર મસાણમાં એક વિશેષ સ્થાન પર ગુડ્ડૂ પટેલે જણાવેલ જગ્યાએ ખદકામ કરવામાં આવી હતી અને ત્યાંથી હાડકાંની એક પોટલી મળી આવી હતી. આ મામલામાં સીજેઆઈ રંજન ગોગોઈ અને જસ્ટિસ દીપક ગુપ્તાની પીઠે શુક્રવારે સુનાવણી કરી. બેંચે કહ્યું કે તે આવેદન પર સીબીઆઈને ઔપચારિક નોટિસ જાહેર કરશે અને એજન્સી 4 સપ્તાહમાં તેનો જવાબ દાખલ કરશે. દલીલો બાદ બેંચે આ મામલાની આગલી સુનાવણી માટે 6 મે નક્કી કરી.

બિહાર સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર
બિહારના મુઝફ્ફરપુરમાં એક આશ્રય ગૃહમાં 34 છોકરીઓ સાથે કથિત બળાત્કાર અને યૌન શોષણના મામલા સામે આવ્યા હતા. જેનો ખુલાસો ટાટા ઈન્સ્ટૂટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સની એક રિપોર્ટ બાદ થયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને ફટકાર લગાવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ બિહાર સરકારના વકીલને પૂછ્યું હતું કે અમે જાણવા માંગીએ છએ કે તમે આખરે કેવી રીતે સરકાર ચલાવી રહ્યા છો, આ કોઈ રીત છે? સીજેઆઈ રંજન ગોગોઈએ આ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે આ મામલાના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર આ સમયે જેલમાં છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
