જંગલમાંથી સાધ્વીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો, રેપ બાદ હત્યાની આશંકા
જંગલમાંથી સાધ્વીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો, રેપ બાદ હત્યાની આશંકા
મુઝફ્ફરનગરઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક સાધ્વીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. સાધ્વીનો મૃતદેહ નિર્વસ્ત્ર અવસ્થામાં ભોકર હેડી ગંગા ખાદરના જંગલમાંથી મળી આવ્યો છે. આશંકા જતાવવામાં આવી રહી છે કે સાધ્વીનો રેપ કરવામાં આવ્યો અને પછીં ગળું દબાવી તેની હત્યા કરી દેવામાં આવી છે.

શેરડીના ખેતરમાંથી મળ્યો મૃતદેહ
ભોકરહેડી-લક્સર માર્ગ પર સોનાલી નદી પાસેથી ભોકરહેડી અને હાજીપુર માટે ખોલેથી થઈ એક કાચો રસ્તો જાય ચે. શુક્રવારે પોલીસને સુચના મળી કે ખોલે પાસે શેરડીના ખેતરમાં મહિલાનો મૃતદેહ પડ્યો છે. ઘટના સ્થળે પહોંચીને પોલીસે જોયું તો મહિલાનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં હતો.

15 વર્ષ પહેલા ઘર છોડ્યું હતું
સીઓ રામ મોહન શર્માએ જણાવ્યું કે મૃતક મુળરૂપે મુઝફ્ફરનગરના છપાર પોલીસ સ્ટેશનના એરિયામાં આવતા ગામની રહેવાસી હતી. ગામમાં જ્યારે પૂછપરછ કરવાાં આવી તો માલૂમ પડ્યું કે યુવતી 15 વર્ષ પહેલા જ ઘર છોડીને સાધ્વી બની ગઈ હતી. તે શુકતીર્થ આશ્રમમાં રહેતી હતી. જો કે આ વિશે પરિજનોને પણ બરાબર માહિતી નહોતી.

200 મીટર સુધી મૃતદેહ ઘસેડ્યો હોવાના નિશાન
જણાવી દઈએ કે મૃતદેહ પાસે જ એક સફેદ રંગની સોનીપત નંબરની એચઆર 10-એમ-6263 નંબરની કાર મળી છે. મૃતદેહને 200 મીટર ઘસેડ્યો હોવાના નિશાન પણ મળ્યા છે. જેનાથી આશંકા જતાવવામાં આવી રહી છે કે સાધ્વીની હત્યા કરી મૃતદેહને જંગલમાં ફેંકી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
