'મુસ્લિમોને તેમના નસીબ પર છોડી દેવા જોઈએ...', આખરે આવુ કેમ બોલ્યા પીએમ મોદી?
Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયને માત્ર વોટબેંક તરીકે ન જોવો જોઈએ અને કોઈ વ્યક્તિએ મુસ્લિમ સમુદાયના ઠેકેદાર ન બનવું જોઈએ. તમામ પક્ષોને આડે હાથ લેતા પીએમે કહ્યું કે આખરે આ પક્ષોએ કેટલા મુસ્લિમ નેતાઓ પેદા કર્યા છે?
પીએમએ કહ્યું કે હિંદુ નેતાઓ મુસ્લિમ સમાજના ઠેકેદાર બની ગયા છે. આ લોકોએ તેમને નિયંત્રણમાં લીધા છે. મને લાગે છે કે મુસ્લિમ સમાજે આ અંગે આત્મમંથન કરવું જોઈએ. મને મુસ્લિમ સમુદાયને જોઈને દયા આવે છે કે આ લોકો તેમને માત્ર વોટ બેંક તરીકે જુએ છે.

મને એ વાતનુ આશ્ચર્ય થયું કે પંડિત નેહરુએ સમાજને અલગ-અલગ કરીને સંબોધિત કર્યા. મેં ગુજરાતમાં 5 કરોડ ગુજરાતી ભાઈઓ અને બહેનો શબ્દનો ઉપયોગ કર્યો છે. દેશના વડાપ્રધાન બન્યા પછી હું 140 કરોડ ભારતીયોની વાત કરું છું.
વડાપ્રધાને કહ્યું કે હું માનું છું કે હંમેશા એકતાની લાગણી હોવી જોઈએ. આ જ કારણ છે કે મે ગુજરાતમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનુ નિર્માણ કરાવ્યુ. અમે એકતા મોલ વિશે વાત કરી અને દરેક રાજ્યને તેનું નિર્માણ કરાવવા કહ્યું. તેની ખાસિયત એ છે કે લખનૌમાં મળતી વસ્તુઓ કેરળના એકતા મોલમાં પણ મળી શકે છે.
વડાપ્રધાને કહ્યું કે હું મુસ્લિમ સમાજ વચ્ચે રહીને ભણ્યો છું. મારા ઘરની આસપાસ પસમાંડા સમુદાયના લોકો રહે છે. મારો જન્મ પણ આ લોકોની વચ્ચે થયો છે, આ લોકોના હાથમાં હુનર હોય છે. જો આને મજબૂત કરવામાં આવશે તો તે દેશનુ ભલુ થશે. પરંતુ કેટલાક લોકો તેમને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે, જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી જાય છે.
વોટ જેહાદ અંગે વડાપ્રધાને કહ્યું કે જ્યારે મદરેસાના મૌલવી આવું કહે છે તો આપણે માનીએ છીએ કે તેને અભ્યાસ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ જ્યારે કોઈ શિક્ષિત વ્યક્તિ આવું કહે છે ત્યારે તે ચિંતાનો વિષય છે. જો નાના-મોટા પરિવારના કોઈ સભ્યએ આ વાત કહી હોત તો કોઈ સમસ્યા ન હતી, પરંતુ આટલા મોટા પરિવારના સભ્યએ આ વાત કહી છે, જે બેશક ચિંતાનો વિષય છે.
એટલું જ નહીં, પીએમએ કહ્યું કે હિન્દુ નેતાઓએ મુસ્લિમ સમાજને કબજે કરી લીધો છે. જો આપણે મુસ્લિમ સમુદાયને તેના ભાગ્ય પર છોડી દઈએ તો તે ઘણું સારું કરશે. પરંતુ કેટલાક લોકો મુસ્લિમ સમાજના ઠેકેદાર બની રહે છે. દેશમાં આમ તો અનેક રાજકીય પક્ષો છે પણ આ પક્ષોએ કેટલા મુસ્લિમ નેતાઓ પેદા કર્યા છે? હિંદુ નેતાઓ મુસ્લિમ સમાજના ઠેકેદાર રહે છે. મુસ્લિમ સમાજના લોકોએ આ અંગે વિચારવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે મુસ્લિમ સમાજ મોદીને પસંદ નથી કરતો. જો બધા મને પસંદ કરવા લાગે તો આ લોકશાહી કેવી રીતે હશે? જે દિવસે મુસ્લિમ સમુદાયને લાગશે કે તેમનું ભવિષ્ય મારી સાથે છે, તે દિવસ સારો રહેશે. મુસ્લિમ સમાજે સમજવાની જરૂર છે કે દેશનું ભવિષ્ય તમારી સાથે જોડાયેલું છે. જો તેઓ એવું વિચારતા હોય કે દેશ ડૂબી જશે અને તમે બચી જશો તો તે તદ્દન ખોટી વિચારસરણી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
