'સાક્ષી મહારાજનું જામા મસ્જિદવાળુ નિવેદન મુસલમાનોને ભડકાવવાનો પ્રયાસ'
ઉન્નાવથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે થોડા દિવસો પહેલા જામા મસ્જિદ અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ જેના પર દેવબંધ ઉલેમાઓને નારાજગી વ્યક્ત કરી છે.
ઉન્નાવથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે થોડા દિવસો પહેલા જામા મસ્જિદ અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ જેના પર દેવબંધ ઉલેમાઓને નારાજગી વ્યક્ત કરી છે. ઉલેમાઓનું કહેવુ છે કે આ મુસલમાનોને ભડકાવવા માટે આ પ્રકારની નિવેદનબાજી કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી. આ પ્રકારની નિવેદનબાજી પાછળ મોટુ ષડયંત્ર છૂપાયેલુ છે.

‘જામા મસ્જિદ તોડો'વાળા નિવેદન પર આજે પણ અડગ
ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજ ઘણી વાર કોઈને કોઈ વિવાદ અંગે ચર્ચામાં છવાયેલા રહે છે. ભાજપ સાંસદે આ વખતે દેશની રાજધાની દિલ્લી સ્થિત જામા મસ્જિદ અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. ઉન્નાવમાં જ એક જનસભાને સંબોધિત કરતા સાક્ષી મહારાજે કહ્યુ કે જ્યારે તે રાજકારણમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યુ હતુ કે કાશી, મથુરા, અયોધ્યા છોડો દિલ્લીની જામા મસ્જિદ તોડો. તેની સીડીઓ નીચેથી જો ભગવાનની મૂર્તિઓ ન નીકળી તો તેમને ફાંસી પર લટકાવી દેજો. તેમણે કહ્યુ કે તે પોતાના નિવેદન પર આજે પણ અડગ છે. સાક્ષી મહારાજના આ નિવેદન પર તંજીમ-ઉલેમા-એ-હિંદના પ્રદેશ અધ્યક્ષ મૌલાના નદીમુલ વાજદીએ કહ્યુ કે બાબરી મસ્જિદની જેમ દિલ્લીની જામા મસ્જિદને વિવાદાસ્પદ બનાવવા માટે આ નિવેદન આપવામાં આવ્યુ છે.

સાક્ષી મહારાજના નિવેદન પાછળ છુપાયુ છે મોટુ ષડયંત્રઃ ઉલેમા
ભાજપ મંદિર-મસ્જિદ, હિંદુ-મુસ્લિમનું રાજકારણ કરે છે. આ નિવેદન તેનુ સ્પષ્ટ ઉદાહરણ છે. તેમણે સાક્ષી મહારાજના નિવેદન પાછળ મોટુ ષડયંત્ર હોવાની વાત કહેતા સરકાર પાસે આનો જવાબ માંગ્યો છે. તંજીમ-અબ્નાએ-દારુલ-ઉલૂમ-દેવબંધના અધ્યક્ષ મુફ્તી યાદે ઈલાહી કાસમીએ પણ સાક્ષી મહારાજના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો. તેમણે કહ્યુ કે આ નિવેદન દેશનું વાતાવરણ ખરાબ કરનારુ છે. આ પ્રકારના નિવેદન દેશના હિંદુ અને મુસલમાનોને ભાગલા પાડીને લોકસભા ચૂંટણીમાં લાભ મેળવવા માટે આપવામાં આવી રહ્યુ છે. હિંદુ અને મુસલમાનોને ભાઈચારો જાળવી રાખવો પડશે જેથી દેશનો માહોલ સારો રાખી શકાય કારણકે અમુક લોકો દેશને ભાગલા પાડવા તરફ લઈ જઈ રહ્યા છે કે જે ખૂબ ઘાતક છે.

મુસલમાનોને ભડકાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ
મદરસા જામિયા હુસેનિયાના વરિષ્ઠ ઉસ્તાદ મુફ્તી તારિક કાસમીએ કહ્યુ કે પહેલા તાજમહેલ અને હવે દિલ્લી જામા મસ્જિદ અંગે વિવાદાસ્પદ નિવેદન આપીને મુસલમાનોની લાગણીઓ ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે સમજી વિચારીને કરાયેલા એક ષડયંત્ર હેઠળ ભાજપના સાંસદ-ધારાસભ્ય નિવેદનબાજી કરી રહ્યા છે. અયોધ્યા મુદ્દે ભાજપ લોકસભા ચૂંટણી 2019ની તૈયારી કરી રહી છે. જો ચૂંટણી પહેલા અયોધ્યા મુદ્દો ઉકેલાઈ જાય તો આગળ રાજકારણ કરવા માટે તાજમહેલ તેમજ જામા મસ્જિદ જેવી દેશની ઓળખ કહેવાતી ઈમારતોને વિવાદાસ્પદ બનાવવામાં આવી રહી છે કે જે ખૂબ જ નિંદનીય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
