Murshidabad violence : મુર્શિદાબાદમાં કેન્દ્રિય બળ તૈનાત કરો, કોલકત્તા હાઈકોર્ટનો આદેશ
Murshidabad violence : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ બિલ મુદ્દે થયેલી હિંસાના પગલે કલકત્તા હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ જિલ્લાઓમાં તાત્કાલિક સુરક્ષા બળોની તૈનાતી કરવા જણાવ્યું છે, જેથી સ્થિતિ કાબૂમાં રહી શકે.

મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ અધિનિયમને લઈને લોકોમાં અસંતોષ છે. આ વિરોધ પ્રદર્શન હિંસક બન્યુ છે. આ હિંસામાં પાંચ લોકોનાં મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
વક્ફ કાયદા સામે લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. 10 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં લોકો નમાઝ પછી રસ્તા પર ઉતરી આવ્યા અને નેશનલ હાઈવે 34ને જામ કરી દીધો હતો.
પોલીસ જ્યારે હાઈવે ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું અને હિંસા ફાટી નીકળી હતી.
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ હિંસા વધતી જોઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી કે મુર્શિદાબાદમાં તાત્કાલિક કેન્દ્રિય બળ મોકલવામાં આવે.
રાજ્ય સરકારે જવાબ આપ્યો કે સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે અને બહારથી બળોની જરૂરિયાત નથી. છતાં હાઈકોર્ટએ રાજ્ય સરકારના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે શાંતિ સ્થાપિત કરવા માટે સુરક્ષા બળોની તાત્કાલિક જરૂર છે.
રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે પશ્ચિમ બંગાળમાં વક્ફ અધિનિયમ 2025 લાગુ નહીં કરવામાં આવે. તેમનું કહેવું છે કે આ કાયદો રાજ્ય માટે યોગ્ય નથી અને તેનો અમલ નહીં થાય.
હાલ સુધીમાં 110થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં પોલીસ તલાશી અભિયાન ચાલુ છે. હજુ પણ કેટલાક સ્થળોએ હિંસા થતી રહે છે, જેને થંભાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
