મુંબઈના માઉન્ટ મેરી ચર્ચને ધમકી ભર્યો ઈમેલ મળ્યો, પોલીસે તપાસ શરૂ કરી
મુંબઈના માઉન્ટ મેરી ચર્ચને ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આ કેસમાં
મુંબઈ : મુંબઈના જાણીતા માઉન્ટ મેરી ચર્ચને ધમકી ભરેલો ઈમેલ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી વિગતો અનુસાર, terrorist@gmail.com નામના ઈમેલ આઈડીથી ચર્ચને ધમકી ભરેલો ઈમેલ મળ્યો છે. સુત્રો અનુસાર, આ ઈમેલમાં લખવામાં આવ્યું છે કે લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકવાદી હુમલો કરવા જઈ રહ્યું છે.

આ મુદ્દે મુંબઈ ઝોન-9 ડીસીપી અનિલ પારસ્કરે જણાવ્યુ કે, આ ઈમેલ પછી અન્ય એક ઈમેલ મળ્યો છે. એમાં દાવો કરવામાં આવ્યો છે કે મોકલનાર એક બાળકની માતા છે. મહિલાએ જણાવ્યું કે તેનો પહેલો ઈમેલ તેના પુત્રે કર્યો હતો. ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, ઈમેલમાં તેની માતાએ માફી માંગી છે. મહિલાએ તે ઈ-મેલમાં જણાવ્યું છે કે તેના બાળકની માનસિક સ્થિતિ સારી નથી. જેના કારણે તેણે આવો ઈમેલ મોકલ્યો છે.
માઉન્ટ મેરી ચર્ચના અધિકૃત ફોટોગ્રાફર પીટર ડોમેનિક ડિસોઝા પાસે ચર્ચની સત્તાવાર વેબસાઇટ સાથે જોડાયેલ ઈ-મેલનું એક્સેસ છે. માઉન્ટ મેરી ચર્ચની સત્તાવાર વેબસાઈટ પર આવતા તમામ ઈમેઈલ તેના મોબાઈલમાં આવે છે. બુધવારે સાંજે 7.30 વાગ્યા આસપાસ લશ્કર-એ-તૈયબાના હુમલા વિશે યુઝર આઈડી આતંકવાદી પરથી આ ઈમેલ મળ્યો હતો.
હાલ દેશમાં નવા વર્ષનો માહોલ છે ત્યારે હવે પોલીસ પણ એલર્ટ મોડમાં છે. પોલીસે આ મુદ્દે તપાસ કરી રહી છે અને અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ આઈપીસીના કલમ 505(3) અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. પોલીસ અનુસાર, આ કેસમાં પુરી તપાસ થયા બાદ સાચી વિગતો સામે આવશે.












Click it and Unblock the Notifications
