Mumbai Rain Update : મુંબઈમાં બારે મેઘ ખાંગા, જુઓ વીજળી અને તારાજીના દ્રશ્યો
મુંબઈમાં ગુરુવારની સાંજે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં રોડ અને રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને આ અંગે માહિતી આપી છે.
Mumbai Rain Update : મુંબઈમાં ગુરુવારની સાંજે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં રોડ અને રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને આ અંગે માહિતી આપી છે.
આ સતત બીજા દિવસે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. બુધવારના રોજ પણ શહેરમાં વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. ગુરુવારની સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં શહેરમાં 30.96 મિમી વરસાદ નોંધાયો હતો.

રવિવાર સુધી મરાઠવાડા અને વિદર્ભના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેશે
ભારતીય હવામાન વિભાગ (IMD)ના પ્રાદેશિક કાર્યાલયે બુધવારના રોજ મુંબઈ, થાણે, પાલઘર, પૂણે, રત્નાગિરી અને નાસિક માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું.
IMD એ આગામી પાંચ દિવસમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. IMDની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, રવિવાર સુધી મરાઠવાડા અને વિદર્ભના કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ રહેશે.

કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી
થાણે શહેરમાં સાંજે 5:30 થી 6:30 કલાકની વચ્ચે 71.12 મીમી વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અનેલગભગ એક કલાક સુધી આ પ્રદેશમાં ટ્રેન સેવાઓને અસર થઈ હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
થાણે નાગરિક સંસ્થાના પ્રાદેશિકઆપત્તિ વ્યવસ્થાપન સેલ (RDMC)ના વડા અવિનાશ સાવંતે પીટીઆઈને જણાવ્યું હતું કે, ધોધમાર વરસાદને કારણે કોઈ જાનહાનિનાઅહેવાલ નથી.
|
વીજળીના દ્રશ્યો
એક વીડિયોમાં મુંબઈના બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં વીજળી દેખાય છે. વીડિયોના કેપ્શન અનુસાર, નેમિનાથ બિલ્ડિંગ પર વીજળી પડીહતી, પરંતુ ત્યાં કોઈ નુકસાન થયું નથી.
ટ્વિટર પર વીડિયો ક્લિપ પોસ્ટ કરનારા એક યુઝરે કહ્યું કે, આ વીજળી ચોક્કસપણે ડરામણી હતી! સદભાગ્યે તેઓએ બિલ્ડિંગમાં વીજળીનોસળિયો લગાવ્યો હતો, તેથી જો વીજળી પડે તો તે સીધી જમીનમાં જાય છે.
આઠ સેકન્ડના વીડિયોમાં મોટા અવાજની સાથે વીજળી ઈમારત પર પડતી જોવા મળી હતી. આ વીડિયો પાડોશી બિલ્ડિંગમાંથી રેકોર્ડકરવામાં આવ્યો હતો. બિલ્ડિંગ પર વીજળી પડતાં જ કેમેરો પકડેલો વ્યક્તિ પણ ધ્રૂજવા લાગે છે.
|
કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક નાળાઓ છલકાઈ ગયા હોવાના પણ અહેવાલ છે.વરસાદને કારણે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેનોની અવરજવરને અસર થઈ છે.

છોકરો પાણી ભરાયેલી શેરીમાં ડૂબી ગયો
આ સાથે હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ, ગુરુવારની સાંજે થાણેના કાલવાના ભાસ્કર નગરમાં ભારે વરસાદને કારણે ચાર વર્ષનો છોકરો પાણી ભરાયેલી શેરીમાં ડૂબી ગયો હતો.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (RDMC) મુજબ, છોકરા, આદિત્ય મૌર્યને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે કારણ કે તેમને શંકા છે કે તે વિસ્તારમાં ભારે પાણી ભરાવાને કારણે નાળામાં વહી ગયો હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
