Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુંબઇમાં મેટ્રો રેલનું સફળ પરિક્ષણ

mumbai-metro
મુંબઇ, 1 મે : આજે મુંબઇમાં મેટ્રો રેલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે રેલ ગાડીને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. ઉત્તર મુંબઇના અંધેરી વિસ્તારમાં મેટ્રો રેલને સૌ પ્રથમવાર વર્સોવાથી આઝાદનગરની વચ્ચે ત્રણ કિલોમીટર સુધી ચલાવવામાં આવી હતી.

આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું કે વર્સોવા - ઘાટકોપર લાઇન ડિસેમ્બર સુધીમાં શરૂ કરવામાં આવશે. મુંબઇ મેટ્રો ટ્રેનનો વિસ્તાર મુંબઇ મહાનગર પાસે આવેલા થાણે જિલ્લા સુધી કરવામાં આવશે. આ સાથે મોનો રેલ પ્રોજેક્ટ પર પણ અલગથી કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

મુંબઇ મેટ્રોના પહેલા ચરણ 'વર્સોવા-ઘાટકોપર' વચ્ચેનું નિર્માણ કાર્ય 2,356 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. આ પરિયોજનાનું નિર્માણ કાર્ય મુંબઇ મહાનગર ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) તરફથી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. એમએમઆરડીએની ઘાટકોપર અને અંધેરીમાં સ્થિત બે રેલવે નેટવર્ક પર ઇન્ટરચેન્જ સુવિધાને ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X