મુંબઈઃ ચેમ્બુર રેલવે સ્ટેશન પાસે બજારમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે

મુંબઈમાં ચેમ્બુર રેલવે સ્ટેશન પાસે માર્કેટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.

નવી દિલ્લીઃ મુંબઈમાં ચેમ્બુર રેલવે સ્ટેશન પાસે માર્કેટમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર આ આગ ચેમ્બુર રેલવે સ્ટેશન પાસે સ્થિત એક બજારમાં લાગી છે. આગ લાગવાના સમાચાર મળ્યા બાદ સ્થળ પર ફાયરબ્રિગેડની 10 ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ ઓલવવાની કોશિશ કરી રહી છે. ઘણી વાર સુધી મહેનત કર્યા બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે આગ કયા કારણોથી લાગી છે.

fire

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પશ્ચિમી ઠાણે સ્થિત એક કાર્યાલયમાં બુધવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં જો કે કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ. ઘટના સ્થળે 4 ફાયરબ્રિગેડની ગાડીઓ, 2 બચાવ વાહન, 3 પાણીના ટેન્કર, 2 જમ્બો પાણીના ટેન્કર, પોલિસ અને સ્થાનિક ડિઝાસ્ટર સેલના લોકોએ હાજર રહી આગ બુઝાવી હતી.

તમને જણાવી દઈએ કે 21 સપ્ટેમ્બરે પણ મુંબઈની એક્સચેન્જ બિલ્ડિંગમાં સોમવારે આગ લાગી ગઈ હતી. આ એક્સચેન્જ બિલ્ડિંગમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનુ કાર્યાલય છે. આ એક્સચેન્જ બિલ્ડિંગમાં મુંબઈના બાલાર્ડ પિયરમાં સ્થિત છે. એક્સચેન્જ બિલ્ડિંગના ત્રીજા માળે એનસીબીની ઑફિસ છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્ઝ એંગલમાં અત્યારે આ ઑફિસમાં પૂછપરછ માટે લોકોને બોલાવવામાં આવી રહ્યા છે. ધરપકડ બાદ રિયાને અહીં જ એક દિવસ માટે રાખવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X