નિર્ભયા કેસઃ રાષ્ટ્રપતિ કોવિંદે ફગાવી દોષી મુકેશની દયા અરજી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નિર્ભયા કેસના દોષી મુકેશ કુમારની દયા અરજી ફગાવી દીધી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નિર્ભયા કેસના દોષી મુકેશ કુમારની દયા અરજી ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને મુકેશની દયા અરજી ફગાવી દેવા માટે ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મુકેશે 14 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટને ક્યુરેટિવ પિટિશન ફગાવી દેવાયા બાદ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી.

રાષ્ટ્રપતિએ દુષ્કર્મી મુકેશની દયા અરજી ફગાવી
મુકેશની મર્સી પિટિશન ફગાવી દેવાની સૂચના મંત્રાલયને આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે મુકેશ સહિતચાર દોષિતોને ફાંસી આપવા માટે 22 જાન્યુઆરીના રોજ ડેથ વોરન્ટ જારી કર્યુ હતુ. જો કે મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડીંગ હોવાના કારણે ગુરુવારે કોર્ટે કહ્યુ કે 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપી શકાય નહિ.
|
ખૂબ જ દુઃખી છે નિર્ભયાની મા આશા
આ દરમિયાન દોષિતોની ફાંસી અટકવા માટે પીડિતાની મા આશા દેવીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે મારી દીકરીના મોત સાથે સતત રમત રમાઈ રહી છે, તેમણે ભાવુક થઈને કહ્યુ કે જે લોકો 2012 બાદ તિરંગો લઈને પ્રદ્રશન કરી રહ્યા હતા તે જ આજે આના પર રાજકારણ રમી રહ્યા છે.
|
પીડિતાની માની મોદીને અપીલ
ઘટના બાદ લોકોએ કાળી પટ્ટી બાંધી, નારા લગાવ્યા પરંતુ આજે એ જ લોકો એ બાળકીના મોત સાથે રમત રમી રહ્યા છે. આજે ફાંસીને રોકવામાં આવી રહી છે અને રાજકારણ રમાઈ રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં કહ્યુ હતુ કે 'બહુત હુઆ નારી પર વાર, અબકી બાર મોદી સરકાર.' ફાંસી આપીને સમાજને સંદેશ આપો કે તમે મહિલાઓને સુરક્ષા આપી શકો છો અને દેશની સુરક્ષા કરવા ઈચ્છો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
