ઝીણાએ ભારતના બે ટુકડા કર્યા, તે પાકિસ્તાન માટે દેવતા, ભારત માટે નહિઃ રામદેવ
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલા મોહમ્મદ અલી ઝીણાના ફોટાના કારણે હાલમાં આખા દેશમાં ચર્ચા અને ગુસ્સાનો માહોલ છે, રાજકારણ પણ આ મુદ્દે ગરમ છે. આ વિવાદમાં હવે બાબા રામદેવ કૂદી પડ્યા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલા મોહમ્મદ અલી ઝીણાના ફોટાના કારણે હાલમાં આખા દેશમાં ચર્ચા અને ગુસ્સાનો માહોલ છે, રાજકારણ પણ આ મુદ્દે ગરમ છે. આ વિવાદમાં હવે બાબા રામદેવ કૂદી પડ્યા છે. યોગ ગુરુ બાબા રામદેવે નિવેદન આપ્યુ છે કે ઝીણા દેશભક્ત નહોતા, તેમણે દેશના બે ટુકડા કર્યા, તેમના કારણે જ ભારતના બે ભાગ થઈ ગયા. ઝીણાના નામ પર નિમ્ન સ્તરનું રાજકારણ રમવામાં આવી રહ્યુ છે. તે પાકિસ્તાન માટે દેવતા હોઈ શકે છે પરંતુ તે હિંદુસ્તાન માટે દેવતા ના હોઈ શકે.

બાબા રામદેવે આપ્યુ મોટુ નિવેદન
યોગ ગુરુ બાબા રામદેવે આ વાત પટનામાં મીડિયા સાથે વાત કરતા કહી. તેઓ અહીં યોગ શિબિર માટે પધાર્યા હતા અને ત્યારબાદ તેઓ નાલંદા ગયા. નોંધનીય છે કે રાજગીર અને ગયામાં બાબા રામદેવ ત્રણ દિવસ સુધી યોગ પ્રશિક્ષણ શિબિર ચલાવશે.

એએમયુના ટાઉન હોલમાં ઝીણાનો ફોટો
ઉલ્લેખનીય છે કે એએમયુના ટાઉન હોલમાં ઝીણાનો ફોટો લાગેલો હતો. જે અંગે વિવાદ ચાલી રહ્યો હતો. હિંદુવાદી સંગઠનો અને તમામ છાત્રોએ આના વિરોધમાં પ્રદર્શન કર્યા હતા. આટલુ જ નહિ, પરિસરની બહાર પ્રદર્શનકારીઓએ ઝીણાનું પૂતળુ પણ બાળ્યુ હતુ. જોતજોતામાં આ પ્રદર્શન ઉગ્ર બની ગયુ અને ભીડ બેકાબૂ બની ગઈ. ત્યારબાદ પોલિસને લાઠીચાર્જ કરવો પડ્યો જેમાં ઘણા છાત્રો ઘાયલ થઈ ગયા અને ત્યારબાદ આ મામલાએ રાજકીય રંગ ધારણ કરી લીધો.

ઝીણા પર સંસદનું નિવેદન
અલીગઢમાંથી ભાજપના સાંસદ સતીશ ગૌતમે સવાલ કર્યો હતો કે ઝીણાનો ફોટો યુનિવર્સિટીમાં લગાવી રાખવાની શું મજબૂરી છે. ઝીણા તો દેશના ભાગલા પાડવાના મુખ્ય સૂત્રધાર હતા. એવામાં ઝીણાનો ફોટો એએમયુમાં લગાવવુ કેટલુ તાર્કિક છે. મારા ખ્યાલથી ઝીણાનો ફોટો પાકિસ્તાન મોકલી દેવો જોઈએ.

ઝીણાના ફોટા પર મચી બબાલ
ઝીણાના ફોટા અંગે વિવાદ થયા બાદ સીએમ યોગી આદિત્યનાથે આ મામલે યુનિવર્સિટી પાસે રિપોર્ટ માંગ્યો છે. જ્યારે મીડિયા સાથે વાત કરતાં એએમયુના છાત્રએ કહ્યુ હતુ કે એએમયુમાં સ્ટુડન્ટ યુનિયન અને ટીચર્સ એસોસિએશનના નિર્ણયોનો યુનિવર્સિટી સાથે સીધો મતલબ નથી હોતો. ઝીણાને ભાગલા પહેલા 1938 માં સભ્યપદ આપવામાં આવ્યુ હતુ એટલા માટે તેમનો ફોટો યુનિયન હોલમાં લાગેલો છે. હાલમાં આ મામલાની ગંભીરતાને જોતા યુનિવર્સિટીએ ટાઉનહોલ પર તાળુ મારી દીધુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
