MP : મોહન યાદવને મુખ્યમંત્રી બનાવાયા બાદ શિવરાજ સિંહે શું કહ્યું?
વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત બાદ બીજેપીએ એક અઠવાડીયાથી વધુ સમયના વિચાર વિમર્શ બાદ આખરે સીએમની જાહેરાત કરી દીધી છે.
બીજેપીએ મધ્ય પ્રદેશની કમાન મોહન યાદવને સોંપી છે. મોહન યાદવને ખુરશી સોંપાતા રાજ્યમાં મામા શિવરાજ સિંહની ખુરશી છીનવાઈ છે. આ જાહેરાત બાદ શિવરાજ સિંહનું ચૌહાણનું નિવેદન સામે આવ્યુ છે.

મધ્યપ્રદેશના સીએમ તરીકે મોહન યાદવની ચૂંટણી પર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેઓ મધ્યપ્રદેશને પ્રગતિ અને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે અને ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવશે.
તેમણે કહ્યું કે, આ નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન. તમને જણાવી દઈએ કે બીજેપી વિધાનમંડળ દળની બેઠકમાં મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી છે.
Mohan Yadav58 વર્ષીય મોહન યાદવની રાજકીય કારકિર્દી 1984 માં શરૂ થઈ, તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને આરએસએસના સભ્ય પણ છે. તે 2013માં ઉજ્જૈન દક્ષિણથી ચૂંટણી લડ્યા અને સતત ત્રીજી ચૂંટણીમાં અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચેતન પ્રેમનારાયણ યાદવને 12941 મતોથી હરાવ્યા. મોહન યાદવને 95699 વોટ મળ્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
