'PM મોદીની હત્યા'ની વાત કરનાર કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની પોલીસે કરી ધરપકડ
મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી કે જેમણે કથિત રીતે 'પીએમ મોદીની હત્યા' વાત કરી હતી, તેમની ધરપકડ કરવામાં આવી છે.
Raja Pateria Detained: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કથિત હત્યા કરવાની વાત કરનાર મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાની પન્ના પોલીસે ધરપકડ કરી લીધી છે. રાજા પટેરિયા સામે 'મોદીની હત્યા'વાળા નિવેદન પર પન્નાના પવઈમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. રાજા પટેરિયા સામે એફઆઈઆર નોંધવાનો આદેશ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આપ્યો હતો. પન્ના પોલીસ પટેરિયાને લઈને રવાના થઈ ગઈ છે.

કોંગ્રેસે પટેરિયાના આ નિવેદનથી પોતાને સંપૂર્ણપણે અળગુ કરી લીધુ છે અને સાથે એ પણ કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી સામે કરવામાં આવેલુ આવુ નિવેદન પક્ષને સ્વીકાર્ય નથી. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશ પોલીસે આ પહેલા રાજા પટેરિયા સામે સોમવારે વિવિધ કલમો હેઠળ કેસ નોંધી લીધો હતો. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ફરિયાદ બાદ સોમવારે બપોરે પન્ના જિલ્લાના પવઈ પોલીસ સ્ટેશનમાં રાજા પટેરિયા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 451, 504, 505(1-બી), 505(1-સી), 506, 153ૃબી(1સી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાનો એક વીડિયો સોમવારે સવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે કોંગ્રેસ કાર્યકર્તાઓને કહે છે કે, 'સરકાર કે વહીવટીતંત્રના કોઈપણ દબાણનો વિરોધ કરવાની જરૂર છે. હું તેમને (જિલ્લા કોંગ્રેસ પ્રમુખ) ત્યારથી ઓળખુ છુ જ્યારે તેઓ યુથ કોંગ્રેસના પ્રમુખ હતા. જો તેણે તમારી બાંહેધરી લીધી હોય, તો તે પીછેહઠ નહિ કરે. ગઈકાલે મે જે કહ્યુ તે હું પુનરાવર્તન કરુ છુ કે મોદી ચૂંટણી ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે લોકોના ભાગલા પાડી દેશે. દલિતોનુ, આદિવાસીઓનુ ભાવિ જોખમમાં છે, બંધારણ બચાવવુ હોય તો મોદીની હત્યા કરવા માટે તત્પર રહો, હત્યાનો અર્થ છે, હરાવવાનુ કામ કરો.'
ભાજપે કોંગ્રેસ પાર્ટીની ટીકા કરી છે ત્યાં બીજી તરફ ભાષણનો વીડિયો વાયરલ થયા બાદ રાજા પટેરિયાએ દાવો કર્યો કે તેમના નિવેદન વિશે ગેરસમજ થઈ છે. તેમણે કહ્યુ કે તેનો વીડિયો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. જોકે કોંગ્રેસે તેમને કારણ બતાવો નોટિસ મોકલી છે. તેમનુ નિવેદન વાયરલ થતા જ ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને તેના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે, ભારત જોડો યાત્રાનુ નાટક કરનારાઓની વાસ્તવિકતા સામે આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના હૃદયમાં વસે છે, તેઓ સમગ્ર દેશના આદર અને આસ્થાનુ કેન્દ્ર છે. કોંગ્રેસ જમીન પર તેમની સાથે સ્પર્ધા કરી શકતી નથી એટલે કોંગ્રેસ નેતાઓ પીએમ મોદીને મારવાની વાત કરી રહ્યા છે.
Damoh, Madhya Pradesh | Congress leader and former minister Raja Pateria detained by Panna Police from his residence, in connection with his alleged ‘kill Modi’ remarks. FIR was registered against him in Pawai of Panna yesterday. pic.twitter.com/Q62OUvGuM1
— ANI (@ANI) December 13, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
