MP Election: મતદાન કરનારને ફ્રીમાં મળી રહ્યા છે પૌંઆ અને જલેબી, અહીં જાણો ક્યારે અને ક્યાં?
MP Assembly Election 2023: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 17 નવેમ્બરે એટલે કે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાઈ રહ્યુ છે. અહીં મતદારોને આજે સવારે 9 વાગ્યા સુધી 56 દુકાનો પર મફત પૌંઆ અને જલેબી ખવડાવવામાં આવ્યા.
આજે યોજાઈ રહેલા મતદાનમાં જેનું નામ મતદાર યાદીમાં સામેલ હોય તે દરેક મતદારને મતદાન કરવાનો અધિકાર રહેશે. જે મતદારોને ફોટો ઓળખ પત્ર આપવામાં આવ્યું છે તેઓએ મતદાન કરવા માટે ફોટો ઓળખ પત્ર મતદાન મથક પર લઈ જવાનું રહેશે.

ઇન્દોર શહેરને સ્વચ્છતા અને વાયુ શુદ્ધતા બાબતે નંબર વન તેમજ વોટિંગના મામલે નંબર વન બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઈન્દોર જિલ્લામાં મતદાનની ટકાવારી ઠીક-ઠાક રહે છે, ચૂંટણી કાર્યાલય દરેક ચૂંટણીમાં તેને વધારવાના તમામ પ્રયાસો કરે છે.
આ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ મતદાનની ટકાવારી વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી. યુવા મતદારોને મતદાનનું મહત્વ જણાવવામાં આવ્યુ છે તેમજ વિવિધ થીમ પર મતદાન મથકોને શણગારવામાં આવ્યા છે.
વિધાનસભા ચૂંટણી 2023ને ધ્યાનમાં રાખીને ઇન્દોરમાં 3 આર, સ્માર્ટ, પિંક, ચોક્કસ થીમ પર મોડેલ મતદાન મથક બનાવવામાં આવ્યા છે. મોડેલ મતદાન મથકમાં પર્યાવરણને લગતી થીમ પર બનાવવામાં આવેલ મતદાન મથક જંગલ જેવો અનુભવ કરાવશે.
3 આર થીમ પર બનેલ મોડલ મતદાન મથક પર શહેરના વિવિધ 3 આર કેન્દ્રોમાંથી એકત્ર કરાયેલ બિનઉપયોગી વસ્તુઓથી મતદાન મથકને શણગારવામાં આવ્યું છે. અલગ-અલગ થીમ પર મતદાન મથકો તૈયાર કરવાનો મુખ્ય હેતુ શહેરના નાગરિકો ઘરની બિનઉપયોગી વસ્તુઓમાંથી કેવી આકર્ષક સજાવટ કરી શકાય તે જોઈ શકે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
