Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઓડિશામાં અત્યાર સુધીનુ સૌથી મોટુ ચલાન, ટ્રક માલિક પર સાડા 6 લાખનો દંડ, તોડ્યા 7 નિયમ

નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ઓડિસાના સંબલપુરમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ ચલાન કાપવામાં આવ્યુ છે.

નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ઓડિસાના સંબલપુરમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ ચલાન કાપવામાં આવ્યુ છે. તમે જાણીને ચોંકી જશો કે નાગાલેન્ડના એક ટ્રક માલિક પર ટ્રાફિક નિયમ તોડવાના કારણે 6,53,100 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ઓડિશા પરિવહન વિભાગે કુલ 7 ટ્રાફિક નિયમો તોડવા પર જૂના મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટ્રક માલિકને આ ચલાન રસીદ સોંપી છે. માહિતી મુજબ ટ્રક માલિકનું નામ શૈલેશ શંકર લાલ ગુપ્તા છે. શૈલેશ શંકરે છેલ્લા પાંચ વર્ષોથી ટેક્સ ભર્યો નહોતો અને ઘણી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ હતુ.

આ કારણોના કારણે આટલો-આટલો દંડ

આ કારણોના કારણે આટલો-આટલો દંડ

ટ્રક માલિક પર જનરલ ઑફેન્સ હેઠળ 100 રૂપિયા, હવા અને ધ્વનિ પ્રદૂષણના માનાંકોના ઉલ્લંઘન કરવા પર 1000 રૂપિયા, માલ વાહનમાં યાત્રી લઈ જવા માટે 5000 રૂપિયા, અનુમતિ વિના વાહન ચલાવવા પર 5000 રૂપિયા અને ઈંશ્યોરન્સ ચૂકવવા પર 1000 રૂપિયાનું ચલાન કાપવામાં આવ્યુ છે. આ રીતના બીજા પણ ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરવા પર અત્યાર સુધીનો કુલ મળીને 6,53,100 રૂપિયાનુ ચલાન કાપવામાં આવ્યુ છે. ઓડિશાના સંબલપુરમાં આ ચલાન 10 ઓગસ્ટના રોજ કાપવામાં આવ્યુ હતુ.

પહેલા પણ ઓડિશામાં કાપવામાં આવ્યુ હતુ 85 હજારનુ ચલાન

પહેલા પણ ઓડિશામાં કાપવામાં આવ્યુ હતુ 85 હજારનુ ચલાન

સંબલપુર જિલ્લાના રહેવાસી ટ્રક ડ્રાઈવર અશોક જાદવે નવા મોટર વાહન અધિનિયમ હેઠળ અત્યાર સુધીનુ સૌથી મોટુ ચલાન કાપ્યુ છે. તેને 86, 500 રૂપિયો દંડ ભરવા માટે કહેવામાં આવ્યુ છે. તેણે ગયા સપ્તાહે પરિવહનના બધા નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતુ. સંબલપુર સ્થાનિક પરિવહન અધિકારી લલિત મોહન બેહરાનુ કહેવુ છે કે જાદવને એક અનધિકૃત વ્યક્તિને ડ્રાઈવિંગ કરવાની અનુમતિ આપવા (5000 રૂપિયા), ડ્રાઈવિંગ લાયસન્સ વિના (5000 રૂપિયા), 18 ટનથી વધુ ઓવરલોડિંગ (56,000 રૂપિયા), ખોટી રીતે સામાન રાખવા (20,000) અને સામાન્ય ગુનો (500) રૂપિયા) કરવા પર દંડિત કરવામાં આવ્યા છે.

દિલ્લીમાં ટ્રકનુ કપાયુ 2 લાખનુ ચલાન

દિલ્લીમાં ટ્રકનુ કપાયુ 2 લાખનુ ચલાન

ટ્રક ડ્રાઈવર પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર 2 લાખ 500 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો. જણાવવામાં આવ્યુ છે કે ટ્રક મુકરબા ચોક પર પકડાઈ ગયુ. ડ્રાઈવર પર ઓવરલોડિંગ સહિત ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન, પરમિટ, પ્રદૂષણ સર્ટિફેકિશન ન હોવા અને સીટબેલ્ટ ન પહેરવા માટે ચલાન લગાવવામાં આવ્યુ. નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દેશભરમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ દંડ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X