15 મહિનાના માસૂમ બાળકને નિર્દયતાથી મારતી હતી મા, કેમેરામાં કેદ થઈ કરતૂત
ઓરિસ્સામાં એક હ્રદય કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જેમાં મા પોતાના 15 મહિનાના બાળકને નિર્દયતાથી પીટી રહી છે.
નવી દિલ્લીઃ મા જેને ભગવાનનુ રૂપ માનવામાં આવે છે તે પોતાના બાળકોની ખુશીઓ માટે કંઈ પણ કરે છે પરંતુ ઓરિસ્સામાં એક હ્રદય કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જેમાં મા પોતાના 15 મહિનાના બાળકને નિર્દયતાથી પીટી રહી છે. ઓરિસ્સાના પૂરી જિલ્લામાં એક મહિલા સામે કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા પર આરોપ છે કે તેણે 15 મહિનાના દીકરી અને સાસુને ગંભીર રીતે માર્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેટલી નિર્દયતાથી મહિલા પોતાના માસૂ બાળકને મારી રહી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલા પોતાના દીકરાને બાંધીને ગંભીર રીતે મારી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના પૂરીના ગોપ વિસ્તારની છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલિસે કેસ નોંધી લીધો છે. વાસ્તવમાં મહિલાના પતિને એ વિશે ફરિયાદ મળી હતી તે તેની પત્ની ઘરમાં તેની મા અને દીકરા સાથે મારપીટ કરે છે ત્યારબાદ પતિએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા.

પતિએ જ શેર કર્યો વીડિયો
સીસીટીવી કેમેરામાં મહિલાની કરતૂત કેદ થયા બાદ મહિલાના પતિ ચક્રધર નાયકે આ બાબતે પોલિસ ફરિયાદ કરી જે બાદ પોલિસે આરોપી મહિલા રોજલિન સામે કેસ નોંધી લીધો છે. માહિતી અનુસાર મહિલાના પતિએ જ ખુદ વીડિયો ફૂટેજને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે મહિલા ઘણી વાર તેના દીકરાને ખરાબ રીતે મારે છે. પતિએ એ આરોપ પણ લગાવ્યો છે કે તેની પત્ની ઘણી વાર તેના માતાપિતા સાથે પણ મારપીટ કરે છે અને તેમને ત્રાસ આપે છે.

મહિલાએ આરોપોનો કર્યો ઈનકાર
વળી,મહિલાએ આ આરોપોને ધરમૂળથી ફગાવી દીધા છે. મહિલાનુ કહેવુ છે કે તેના પતિએ જે પણ આરોપ લગાવ્યા છે તે નિરાધાર છે. મહિલાએ ઉલટાનુ પોતાના પતિ અને સાસુ-સસરા પર આરોપ લગાવ્યા છે કે તે હંમેશા તેને ટૉર્ચર કરે છે. એટલુ જ નહિ મહિલાનુ કહેવુ છે કે તેના સાસુ-સસરા તેને જમવાનુ પણ નથી આપતા. મહિલાએ કહ્યુ કે તેણે ઘણા દિવસોથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેને ભૂખના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે તેણે તેના બાળકને માર્યુ હતુ. વળી, પોલિસે આ મામલે કેસ નોંધી લીધો છે અને તેની તપાસ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
