મણિપુરમાં ઘુસ્યા 700થી વધારે મ્યાનમારના નાગરિકો, સુરક્ષાને લઇ ઉઠ્યા સવાલ
મ્યાનમારમાં સેના અને નાગરિક દળો વચ્ચે ચાલી રહેલી અથડામણ વચ્ચે લગભગ 718 મ્યાનમારના નાગરિકો મણિપુરમાં પ્રવેશ્યા છે. જેમાં 301 બાળકો, 208 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકો મણિપુરના ચંદેલ જિલ્લામાં પહોંચી ગયા છે.
રાજ્ય સરકારે આસામ રાઈફલ્સને આ લોકોને મ્યાનમાર પરત મોકલવા સૂચના આપી છે. મણિપુરના મુખ્ય સચિવ વિનીત જોશીએ જણાવ્યું હતું કે સરકારે આ અંગે આસામ રાઈફલ્સ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે.

સરકારે પૂછ્યું છે કે આ લોકોને કેવી રીતે અને શા માટે ભારતીય સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી. તેમને ચંદેલ જિલ્લામાં કોઈપણ દસ્તાવેજો વગર પ્રવેશવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? મુખ્ય સચિવે કહ્યું કે રાજ્ય સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આ લોકોને પાછા મોકલવામાં આવે.
મુખ્ય સચિવે જણાવ્યું કે આ લોકો શનિવાર અને રવિવારે મણિપુર પહોંચ્યા છે, આ લોકો સાત અલગ-અલગ જગ્યાએ રહે છે. આ તમામ લોકો ચંદેલ જિલ્લાના લજાંગ, બોન્સે, ન્યુ સમતાલ, ન્યુ લાજાંગ, યાંગોનફઈ, સો મીલ, આઈવોમજાંગમાં રહે છે.
વિનીત જોશીએ કહ્યું કે સરકારે આસામ રાઈફલ્સને સમજદારીપૂર્વક પગલાં ભરવા અને મ્યાનમારના લોકોને આવવાની મંજૂરી ન આપવા જણાવ્યું છે. દસ્તાવેજો વિનાના લોકોને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ નહીં. અમે આ મુદ્દે ખૂબ જ ગંભીર છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
