મોરબી પુલ દૂર્ઘટનાના કારણે અરવિંદ કેજરીવાલે પોતાના તમામ કાર્યક્રમો કર્યા રદ
મોરબીની મચ્છુ નદી પર બનેલા ઝુલતો પુલ તૂટી પડયા બાદ 141 લોકોના થયેલા મોત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના બધા કાર્યક્રમો રદ કરી દીધા છે.
મોરબીની મચ્છુ નદી પર બનેલા ઝુલતો પુલ તૂટી પડયા બાદ 141 લોકોના થયેલા મોત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના બધા કાર્યક્રમો રદ કરી દીધા છે. કેજરીવાલે હરિયાણાના આદમપુરનો રોડ શો પણ કેન્સલ કરી દીધો છે. તેઓ આજે હરિયાણાના આદમપુરમાં પેટાચૂંટણી માટે રોડ શો કરવાના હતા. નોંધનીય છે કે આદમપુર વિધાનસભા સીટ કોંગ્રેસ એમએલએ કુલદીપ બિશ્નોઈએ રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા બાદ ખાલી પડી છે. રાજ્યમાં પંચાયત અને જિલ્લા પરિષદ ચૂંટણી યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટી જોરદાર ટક્કર આપી રહી છે.

તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દૂર્ઘટના બાદ કેજરીવાલે ટ્વિટ કર્યુ હતુ કે, 'ગુજરાતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મોરબીમાં પુલ તૂટી પડવાથી ઘણા લોકો નદીમાં પડી ગયા છે. હું તેમના જીવન અને આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરુ છુ.' ઉલ્લેખનીય છે કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જ પોતાની બે દિવસીય ગુજરાત મુલાકાત પૂરી કરી હતી.
તમને જણાવી દઈએ કે ગઈકાલે સાંજે બ્રિટિશ યુગનો પુલ ધરાશાયી થતાં મોરબીમાં ઓછામાં ઓછા 141 લોકોના મોત થયા હતા. જ્યારે અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.અન્ય લોકોની શોધ માટે ઓપરેશન ચાલુ છે. રાજ્યની રાજધાની અમદાવાદથી લગભગ 300 કિમી દૂર આવેલો આ પુલ રવિવારે સાંજે 6.42 વાગે તૂટી પડ્યો એ વખતે ત્યાં છઠ પૂજા માટે 500 લોકો એકઠા થયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
