Monsoon Update : ચોમાસાએ સ્પીડ પકડી, આ તારીખે ગુજરાતમાં દસ્તક દેશે
મેં મહિનો પુરો થવામાં છે અને ગરમી ચરમસીમાએ છે ત્યારે ખેડૂતો સહિત સામાન્ય લોકો ગરમીથી છુટવા ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકોની રાહ વચ્ચે હવે ચોમાસાને લઈને હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે.

દેશના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે સાઉથ વેસ્ટ મોનસુનને લઈને હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર, 19 મેથી આંદામાન આસપાસ રોકાયેલા ચોમાસાએ ફરીથી ગતિ પકડી છે અને એક-બે દિવસમાં કેરળમાં દસ્તક આપી શકે છે. IMD અનુસાર, 15 જૂન સુધીમાં દેશના મોટાભાગના ભાગોમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે.
હવામાન વિભાગ અનુસાર, સામાન્ય ગતિએ આગળ વધતા ચોમાસાએ 22 થી 26 મે વચ્ચે આંદામાન પાર કરી લેવુ જોઈતુ હતુ પરંતું તે ત્યાં જ અટક્યુ હતું. હવે સારા સમાચાર એ છે કે મંગળવારથી ચોમાચાએ ફરી ગતિ પકડી છે અને આજે બંગાળની ખાડીમાં પહોંચ્યુ છે.
હવામાન વિભાગ અનુસાર, 1 જૂનને બદલે 2 કે 3 જૂન વચ્ચે ચોમાસુ કેરળ પહોંચશે. આ વખતે સામાન્ય કરતા એક અઠવાડીયુ મોડુ ચાલી રહ્યુ છે. અહીં એક વાત સારી છે કે હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

અહીં તમને જણાવી દઈએ કે કેરળ બાદ બે અઠવાડિયા બાદ ગુજરાતમાં ચોમાસુ પહોંચતુ હોય છે. આ સ્થિતીમાં ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે સારો વરસાદ જોવા મળી શકે છે.
હાલના અનુમાન અનુસાર, આ વખતે વરસાદ સરેરાશ કરતા વધારે જોવા મળી શકે છે. ભલે ચોમાસું મોડું હોય પરંતુ તેની ગતિમાં કોઈ ઘટાડો નહીં થાય.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
