Monsoon Forecast : આ વર્ષે ચોમાસુ કેવુ રહેશે? જાણો શું કહ્યું હવામાન વિભાગે?
આવનારા ચોમાસાને લઈને હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ આ મુદ્દે વાત કરી છે.
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ સોમવારે કહ્યું કે, આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીનું ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. જે દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે.

હવામાન વિભાગે ચોમાસાની આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ પડશે અને સમગ્ર દેશમાં સરેરાશ 87 સેમી વરસાદ નોંધાશે.
તેમણે કહ્યું કે, 1951 થી 2023 સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ વખત સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ થયો છે, જ્યારે લા નીના પછી અલ નીનોની સ્થિતિ હતી.
મૃત્યુંજય મહાપાત્રાએ આ વર્ષના દક્ષિણપશ્ચિમ ચોમાસાની પ્રથમ આગાહી જાહેર કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, 1971 થી 2020 સુધીના વરસાદના આંકડા અનુસાર, અમે નવી લાંબા ગાળાની સરેરાશ અને સામાન્ય આગાહી રજૂ કરી છે. આ મુજબ 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં સરેરાશ કુલ વરસાદ 87 સેમી રહેશે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની લાંબા ગાળાની આગાહી આપતા તેમણે કહ્યું કે, ચોમાસાની મોસમ સામાન્ય કરતાં વધુ એટલે કે 106% વરસાદ પડવાની ધારણા છે. હવામાન વિભાગના મતે 2024માં 106 ટકા એટલે કે 87 સેમી વરસાદ પડી શકે છે.
હાલમાં વિષુવવૃત્તીય પેસિફિક ક્ષેત્રમાં મધ્યમ અલ નીનો સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે તાજેતરની મોનસૂન મિશન ક્લાઈમેટ ફોરકાસ્ટ સિસ્ટમ તેમજ અન્ય ક્લાઈમેટ મોડલની આગાહીઓ દર્શાવે છે કે ચોમાસાની સિઝનના પ્રારંભમાં અલ નીનોની સ્થિતિ તટસ્થ અલ નીનો સધર્ન ઓસિલેશન સ્થિતિમાં પરિવર્તિત થશે.
જણાવી દઈએ કે, ચોમાસું સામાન્ય રીતે કેરળ થઈને 1 જૂનની આસપાસ ભારતમાં પ્રવેશે છે, જે 4 મહિનાના વરસા પછી સપ્ટેમ્બરના છેલ્લા મહિનામાં રાજસ્થાન થઈને પરત ફરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
