જીવન-મરણ વચ્ચે જોલા ખાતા વ્યક્તિ માટે મોહમ્મદ શમી દેવદુત બનીને આવ્યો, વીડિયો વાયરલ
મેદાન પર બેટ્સમેનો માટે ખૌફ બનનારો મોહમ્મદ શમી મેદાન બહાર એટલો જ સારો વ્યક્તિ છે. હાલમાં જ મોહમ્મદ શમીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પત્ની હસીન જહાંના આરોપો વચ્ચે શમી મેદાન બહાર લોકો સાથે વાત કરે છે ત્યારે તે ખૂબ જ શાંત અને ગંભીર દેખાય છે. આ વાતનો પુરાવો હાલમાં જ સામે આવ્યો છે.

હાલમાં જ શમીનો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ શમીને દેવદૂત કરીને સંબોધીત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, વર્લ્ડ કપ બાદ શમી આ દિવસોમાં વેકેશન માટે ઉત્તરાખંડમાં છે. અહીંથી જ તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
શમીએ હાલમાં જ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, વીડિયોમાં તે એક રોડ અકસ્માતનો ભોગ બનેલા યુવકને મદદ કરતો જોઈ શકાય છે. પીડિતાની કાર રોડ કિનારે અકસ્માતનો ભોગ બની હતી.
શમીએ આ પોસ્ટમાં લખ્યું છે કે, તે ખૂબ જ નસીબદાર છે કે ભગવાને તેને બીજી જીંદગી આપી. તેની કાર મારી કારની સામે નૈનીતાલ પાસે પહાડી રોડ પર અથડાઈ પરંતુ અમે તેને બચાવી લીધો, તે ઠીક છે.
આ વિડિયો સામે આવ્યા બાદ બધા શમીના વખાણ કરી રહ્યા છે. તેના ચાહકો તેને ફરિશ્તા કહી રહ્યા છે તો કેટલાક તેને દેવદૂત કહી રહ્યા છે. લોકો શમીને એક એવો વ્યક્તિ કહે છે જે અંદર અને બહાર બંને રીતે સારો છે.
જણાવી દઈએ કે, શમીએ આ વર્લ્ડ કપમાં આતંક મચાવ્યો છે અને આ વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે વર્લ્ડ કપની સાત મેચમાં કુલ 24 વિકેટ લીધી. ખાસ વાત એ છે કે શમીને વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં જગ્યા મળી ન હતી, પરંતુ તેમ છતાં તે એક અનોખો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો.
શમીએ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં 7 વિકેટ લઈને એક અનોખો ઈતિહાસ રચ્યો છે. જો કે તે ફાઈનલમાં કમાલ ન કરી શક્યો. વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત 6 વિકેટે હારી ગયું હતું. ભારતે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 240 રન બનાવ્યા, જેને કાંગારૂ ટીમે આસાનીથી બનાવી દીધા અને તેના કારણે ભારતનું ત્રીજીવાર વર્લ્ડ કપ વિજેતા બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત આ ખિતાબ કબજે કર્યો છે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
