યોગી આદિત્યનાથ સામે મોદી-શાહ ઘુંટણીએ, નહીં બદલાય યુપી સીએમ-સુત્રો
યુપીમાં શરમજનક હાર બાદ બીજેપીમાં સળગેલો દાવાનળ શમી રહ્યો હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, હાલ પુરતી યુપીના સીએમ બદલવાની યોજના પડતી મુકાઈ છે.
સમાચારો અનુસાર, યુપીમાં યોગીનો દબદબો યથાવત છે. ભાજપ સંગઠન અને યોગી સરકાર વચ્ચે તણાવનો એપિસોડ સમાપ્ત થઈ ગયો છે. યોગી આદિત્યનાથ યુપીના સીએમ રહેશે અને 27મી ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

યુપીની રાજનીતિમાંથી અન્ય એક મોટા સમાચાર એ છે કે કેન્દ્રીય નેતૃત્વ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના વક્તવ્યથી ખુશ નથી. આ સ્થિતિમાં આજે તેમને પાર્ટી ફોરમમાં જ બોલવાની સૂચના આપવામાં આવી છે.
અહેવાલો અનુસાર, કેન્દ્રીય નેતૃત્વ બંને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠકના કામ પર પણ મંથન કરી રહ્યું છે. સૂત્રો જણાવ્યા અનુસાર બંને અંગે નિર્ણય હવે પછી લેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે શુક્રવારે જયપુરમાં ભૂપેન્દ્ર ચૌધરીએ સ્પષ્ટ કર્યું હતું કે યુપીમાં ચહેરો બદલવાની કોઈ તક નથી.
સરકાર અને સંગઠન વચ્ચે ચાલી રહેલ ઝઘડો ત્યારે સામે આવ્યો જ્યારે સીએમ યોગી અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદે 15 જુલાઈએ વર્કિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ મંતવ્યો રાખ્યા હતા.
સીએમ યોગીએ બધાને સાથે મળીને આગળ વધવાનું કહ્યું તો કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે સરકાર કરતા સંગઠન મોટું છે. જ્યારે સીએમ યોગીએ બેકફૂટ પર ન આવવાની વાત કરી તો મૌર્યએ કહ્યું કે સંગઠન હતું અને હંમેશા રહેશે.
આ પછી યોગીએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે સહેજ પણ નુકસાન થયુ તો બધાને અસર થશે. યુપીના નેતાઓને દિલ્હીમાં એકસાથે બેસાડીને સ્પષ્ટ કરી દીધું છે કે બધાએ સાથે મળીને આગળ વધવું પડશે. વિરોધાભાસી નિવેદનો ન કરે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
