મોદીની 5 મોટી યોજનાઓ જે 2019માં પલટાવી શકે છે સત્તાની બાજી
મોદીની 5 મોટી યોજનાઓ જે 2019માં પલટાવી શકે છે સત્તાની બાજી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ અનૌપચારિક રીતે દેશમાં લોકસભા ચૂંટણી 2019નું બ્યુગલ વાગી જશે. 2014ની ચૂટણીમાં વિપક્ષમાં બેઠેલ ભાજપે બહુમતી સાથે દેશમાં પહેલી પૂર્ણ બહુમત વાળી ભાજપ સરકાર બનાવી અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. હવે પોતાનો પહેલો કાર્યકાળ પૂરો કરી રહેલ નરેન્દ્ર મોદી એક વાર ફરી બીજા કાર્યકાળ માટે જનતાની વચ્ચે હશે. આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટિની કોશિશ ગત પાંચ વર્ષમાં શરૂ કરેલ યોજનાઓની સફળતા પર સત્તા જાળવી રાખવાની હશે. કેન્દ્ર સરકારની આ પાંચ યોજનાઓના આંકડા જોતા એવું જણાય છે કે 2019માં આ પાંચ યોજનાઓ સત્તાની બાજી પલટી શકે છે.

મુદ્રા યોજના
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત નૉન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપની અને માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યૂશન દ્વારા નાના અને મધ્યમ વેપારીઓને કોઈપણ પ્રકારની સિક્યોરિટી લોન વ્યાજ આપવાનું પ્રાવધાન છે. આ લોન નૉન એગ્રીકલ્ચર સેક્ટરમાં નાના વેપારીઓને પ્રોત્સાહન આપતાં રોજગાર વધારવાના ઉદ્દેશ્ય સાથે આપવામાં આવે છે. આ યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 એપ્રિલ 2015ના રોજ લૉન્ચ કરી અને તેના અંતર્ગત 5.71 લાખ કરોડ રૂપિયાની લોન વહેંચવામાં આવી છે. આ યોજનાનો લાભ ત્રણ વર્ષ દરમિયાન 12.72 કરોડ લોકોને મળ્યો જેમાં 3.49 કરોડ લાભાર્થીઓએ સ્ટાર્ટઅપ માટે લોન લીધી છે.

ઉજ્જવલા યોજના
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે 5 કરોડ પરિવારોને કોઈપણ પ્રકારની સિક્યોરિટી રાશિ વિના એલપીજી કનેક્શન આપવાનું પ્રાવધાન છે. લૉન્ચ બાદ 5 કરોડ પરિવારોને લાભ પહોંચાડવાનો લક્ષ્ય રેકોર્ડ 28 મહિનામાં પૂરો કરી લીધો છે. જે બાદ હાલના નાણાકીય વર્ષ દરમિયાન આ યોજનાનો લક્ષ્ય 8 કરોડ પરિવારને આપવામાં આવ્યો છે અને કેન્દ્રીય બજેટથી યોજના માટે 12,800 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

આવાસ
ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ પરિવારો માટે 2022 સુધી ઘરનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ યોજનાને 20 નવેમ્બર 2016ના રોજ લૉન્ચ કરવામાં આવી અને 2022 સુધી 2.29 કરોડ મકાન બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો. યોજનાના પહેલા તબક્કામાં 31 માર્ચ 2019 સુધી 1 કરોડ પાકાં ઘર બનાવવાનો લક્ષ્ય છે. કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ 2014-15થી 2017-18 સુધીમાં ગ્રામીણ ક્ષેત્રમાં કુલ 1.07 કરોડ પાકાં મકાન તૈયાર કરી લેવામાં આવ્યાં છે. જેમાંથી 38.20 લાખ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અને બાકીનાં મકાન ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત બન્યાં છે.

શૌચાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનને 2 ઓક્ટોબર 2014ના રોજ લૉન્ચ કરી અને 2 ઓક્ટોબર 2019 સુધી આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રોમાં પૂર્ણ સ્વચ્છતાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો. આ યોજના અંતર્ગત ગ્રામીણ પરિવારોના ઘરમાં શૌચાલય બનાવવા માટે 12000 રૂપિયા આપવાનું પ્રાવધાન છે. આ રકમ બંને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક નક્કી ફૉર્મ્યુલા અંતર્ગત આપે છે. કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ 31 ઓગસ્ટ 2018 સુધી 88.9 ટકા ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલય બનાવવાનું કામ પૂરું કરી લેવામાં આવ્યું છે. યોજના 2014માં લૉન્ચ કર્યા બાદ અત્યાર સુધીમાં 7.94 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે આ નિર્માણ 19 રાજ્યોના 419 જિલ્લામાં 4.06 લાખ ગામમાં કરવામાં આવ્યું છે અને આ ગામોને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવામાં આવ્યા છે.

જનધન
પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત સમાજના કમજોર વર્ગને અને ઓછી આવક ધરાવતા પરિવારોને બેંકિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું પ્રાવધાન છે. યોજના અંતર્ગત ગરીબ નાગરિકોને સેવિંગ બેંક અકાઉન્ટની સાથે લોન લેવા, પૈસા ટ્રાન્સફર કરવા, ઈન્સ્યોરન્સ અને પેન્શન જેવી સુવિધાઓ સાથે જોડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના તાજા આંકડાઓ મુજબ દેશમાં 32.41 કરોડ જનધન ખાતાં ખોલવમાં આવ્યાં છે અને 59 ટકા ખાતા દેશના ગ્રામીણ વિસ્તારોમાં અને કસ્બાઓમાં ખુલ્યાં છે. આ યોજના અંતર્ગત આસાનીથી ટ્રાન્ઝેક્શન કરવા માટે જનધન ખાતા પર 24.4 કરોડ રૂપે કાર્ડ પણ ઈસ્યૂ કરવામાં આવ્યાં છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
