ઓઈલ સંપન્ન દેશોના વલણને કારણે વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવઃ ધર્મેન્દ્ર પ્રધાન
ઓઈલ સંપન્ન દેશોના વલણને કારણે વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવઃ ધર્મેન્દ્ર પ્રધાન
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાય શહેરોમાં પેટ્રોલ પ્રતિ લીટર 90 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારા પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આનું મોટું કારણ એવા દેશોની નીતિઓ છે, જે દેશો પાસે ઓઈલના ભંડાર છે. આ દેશોએ ઓઈલની કિંમતો પર એવી આર્ટિફિશિયલ રીત બનાવી છે કે ભાવ ઘટતા જ નથી.

ઓઈલની વધતી કિંમતો પર શનિવારે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, મને કહેતાં દુખ થાય છે કે ઓઈલ સંપન્ન દેશ ઓઈલ સંપન્ન દેશો ઉપભોક્તા દેશોનો બિલકુલ ખ્યાલ નથી રાખી રહ્યા. તેમણે એક આર્ટિફિશિયલ તંત્ર કિંમતો નક્કી કરવાનું શરૂ કર્યું છે. આ દેશોનું આ તંત્ર ખરીદદાર દેશો માટે મુશ્કેલી પૈદા કરી રહ્યું છે. અગાઉ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર સરકારનો વધુ સંબંધ નથી. ઓઈલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો પર જ નિર્ભર રહે છે, અને આને પગલે આ વધી રહી છે.
શનિવારે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 88.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.74 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 95 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 90 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાય શહેરોમાં શનિવારે પ્રીમિયમ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે. એક રિપોર્ટ મુજબ નવું વર્ષ એટલે કે 2021માં અત્યાર સુધી 17 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. જમાં પેટ્રોલની કિંમત 4.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 4.87 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
