નરેન્દ્ર મોદી મારા સાળા છે, તેમના પર કોમેન્ટ નહી કરું: અમર સિંહ
આઝમગઢ, 29 જુલાઇ: રાજ્યસભાના સાંસદ અમર સિંહે નરેન્દ્ર મોદીને પોતાના સાળા ગણાવતાં કહ્યું હતું કે તેમના વિશે તે કંઇપણ નહી બોલે. પૂર્વ ધારાસભ્ય સર્વેશ સિંહ ઉર્ફે સીપૂ સિંહના પરિવારજનોને મળવા માટે અહી આવેલા અમર સિંહે નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાની મનાઇ કરતાં કહ્યું હતું કે તે મારા સાળા છે. મારી પત્ની ગુજરાતની છે, માટે હું તેમનો બનેવી થાઉ. કોઇ બનેવી સાળા પર કોઇ ટિપ્પણી ન કરે. હાં એટલું જરૂર કહીશ કે તે હિન્દુ રાષ્ટ્રવાદીના બદલે રાષ્ટ્રવાદી હોવાનું નિવેદન આપે.
તાજેતરમાં જ ગુનેગારોની ગોળીનો શિકાર બનેલા સર્વેશ સિંહના પરિવારજનોને મળવા માટે તેમના ગામ અમવારી નારાયણપુર પહોંચેલા અમર સિંહે આરોપ લગાવ્યો હતો કે તેમને એમએમએસ પર ધમકી મળી હતી કે સર્વેશ સિંહના ઘરે જશે તેમની હાલત પણ એવી જ થશે, પરંતુ કોઇનામાં એટલી હિંમત નથી કે તેમને ડરાવી શકે.

અમર સિંહે સપા સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે હવે અહી આમ આદમી કોને કહીએ, જનતાના પ્રતિનિધિઓ પણ સુરક્ષિત રહ્યાં નથી. સાંસદ જયાપ્રદા સાથે આવેલા અમર સિંહે કહ્યું હતું કે પ્રદેશમાં કાનૂન-વ્યવસ્થા એટલી બગડી ગઇ છે કે કોઇ પણ સુરક્ષિત નથી. તેમને કહ્યું હતું કે સરકારની સમજી વિચારેલા કાવતરા હેઠળ એક જાતિ વિશેષના મોટા નેતાઓની હત્યા કરાવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
