ગુરુવારે નરેન્દ્ર મોદી મુંબઇમાં, ભવ્ય સ્વાગત કાર્યક્રમ રદ

ગુરુવારની મુંબઇ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી પહેલાં બાંદરાના રંગશારદા હોલમાં સવારે 11.30 વાગ્યે પ્રદેશ ભાજપ કોર કમિટીની બેઠકમાં હાજરી આપશે. ત્યાર બાદ બપોરે બે વાગ્યે તેઓ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (એફઆઇઆઇ)ના કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રિયલિસ્ટોને તાજમહલ હોટેલમાં સંબોધવાના છે. સાંજે સાડા પાંચ વાગ્યે રામભાઉ મ્હાળગી પ્રબોધિનીના વિનય સહસ્રબુદ્ધેએ લખેલા ‘બિયોન્ડ ધ બિલ્યન બેલટ્સ' પુસ્તકના અનાવરણ માટે મુંબઈ શેરબજારમાં જવાના છે.
મુંબઇમાં મોદીના સ્વાગતની તૈયારીઓ વિશે જણાવતાં મુંબઈ ભાજપના પ્રેસિડન્ટ આશિષ શેલારે કહ્યું હતું કે 'અમે તૈયારીઓ કરી હતી અને મોટી સંખ્યામાં સમર્થકો તેમનું વેલકમ કરવા આવવાના હતા. એક ન્યુઝપેપરમાં તો આ માટે જાહેરખબર પણ પ્રસિદ્ધ થઈ હતી. જોકે નરેન્દ્ર મોદી સાહેબનો ફોન આવ્યો હતો કે ઉત્તરાખંડમાં અત્યારે કુદરતી હોનારતનો અનેક લોકો ભોગ બન્યા છે ત્યારે આવું ગ્રેન્ડ વેલકમ કરવું યોગ્ય નથી, મલાજો જળવાવો જોઇએ. આથી હવે અમે ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ રદ કર્યો છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
