મોદી સરકારે લૉન્ચ કરેલ આ યોજનાઓએ દેશને નવી દિશા આપી
મોદી સરકારે લૉન્ચ કરેલ આ યોજનાઓએ દેશને નવી દિશા આપી
નવી દિલ્હીઃ 2014માં કરેલ મુખ્ય વાયદા મુજબ સુશાસન લાવવા માટે મોદી સરકારે કેટલીક યોજનાઓ લૉન્ચ કરી અને પહેલ પણ કરી છે. પછી તે પ્રધાનમંત્રી જન ધન યોજના હોય કે પછી ઉજાલા સ્કીમ હોય, પ્રગતિ આશાસ્પદ લાગી રહી છે. સરકારની સ્કીમો વિશે જનતાને જાગૃત કરવા માટે સરકારે ઓનલાઈન મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કર્યો છે. ડિજિટલ ઈન્ડિયા થકી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રોકડ વ્યવહારોમાં ઘટાડો થયો છે.

દેશભરના 700થી વધુ રેલવે સ્ટેશનો પર ભારતીય રેલવે દ્વારા નાગરિકોને મફત વાઈ-ફાઈની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને મહિને 80 લાખથી વધુ લોકો આ સર્વિસનો લાભ ઉઠાવે છે. ટેક ઝાયન્ટ ગૂગલના સહયોગથી આ સર્વિસ ઑફર કરવામાં આવી રહી છે. આ પણ વાંચો- જીએસટીને કારણે બહાર જમવું હવે સસ્તું થયું

નરેન્દ્ર મોદીની આગેવાની વાળી એનડીએ સરકારના ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈની દેશમાં ચાલતા આર્થિક વ્યવહારની રીતમાં બદલાવ આવ્યો છે. હવે રોકડ વ્યવહારોમાં ઘટાડો થયો છે અને તેના બદલામાં લોકો ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા થયા છે. લોકો હવે પેમેન્ટની નવી-નવી પદ્ધતિ અપનાવતા થયા છે.

આ પણ વાંચો- ક્રૂડ ઓઈલના ભાવોમાં વૃદ્ધિ છતાં નિયંત્રણમાં છે ફુગાવો
ડિજિટલ ટ્રાન્જેક્શન પર સરકારે ખાસ ભાર આપ્યો હતો જેનું કારણ એ જ હતું કે મનિ ફ્લોને મોનિટર કરી શકાય. આ પગલું ભરી સરકારે દેશમાં થતી કર ચોરી પર બ્રેક લગાવી દીધી છે. ઓનલાઈન ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળતાં કરચોરોએ નાછૂટકે કર ચૂકવવો પડી રહ્યો છે. તે કારણે જ 2018માં સૌથી વધુ આઈટી રિટર્ન ફાઈલ થયાં હતાં. ત્યારે જનકલ્યાણકારી યોજનાઓ પાછળ સરકાર વધુ પૈસા ખર્ચી શકે છે.

આ પણ વાંચો- ડિજિટલ ઈન્ડિયાએ કેવી રીતે બદલી નાખી આપણી વ્યવહારની રીત, જાણો
ઉપરાંત મોદી સરકારે ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈન અંતર્ગત ડિજિટલર એટલે કે ડિજિટલ લોકર સર્વિસ આપવાની શરૂ કરી હતી. ક્લાઉડ આધારિત આ લોકરમાં લોકો પોતાના જરૂરી દસ્તાવેજો સાચવી શકે છે. જેમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલ દસ્તાવેજોને સાચવવા માટે યૂઝર્સને 10MBની સ્પેસ ફ્રી આપવામાં આવી રહી છે. યૂઝર્સ આસાનીથી અહીં પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે અને રજિસ્ટર્ડ એજન્સી કે ડિપાર્ટમેન્ટ સાથે તેને શેર પણ કરી શકે છે.

વિવિધ સર્વિસને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવા માટે મોદી સરકારે UMANG એટલે કે યૂનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ-એઝ ગવર્નન્સ નામની એપ્લિકેશન લૉન્ચ કરી હતી. મોદી સરકાર દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં લૉન્ચ કરવામાં આવેલ આ સર્વિસ અંતર્ગત તમે ગેસ બૂકિંગ કરાવી શકો, આધાર, ક્રોપ ઈન્સ્યોરન્સ, ઈપીએફ, નેશનલ પેન્શન સ્કિમ સિસ્ટમ વગેરે જેવી સર્વિસ પણ અહીંથી જ મેળવી શકો.
આ પણ વાંચો- GSTની અસરઃ LED બલ્બ થયા સસ્તા, હજારો મેગાવોટ વીજળીની બચત પણ થઈ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
