મોદી સરકારનું વિદ્યુતીકરણ અભિયાન, દરેક ગામ થયાં રોશન
મોદી સરકારનું વિદ્યુતીકરણ અભિયાન, દરેક ગામ થયાં રોશન
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2015ના રોજ લાલ કિલ્લા પરથી વચન આપ્યું હતું કે દેશના દરેક ગામોમાં 1000 દિવસમાં વીજળી પહોંચાડવામાં આવશે. જ્યારે મણિપુરના નાના એવા ગામ લીસાંગને 28મી એપ્રિલ 2018ના રોજ વિદ્યુતીકૃત કરવામાં આવ્યું ત્યારે મોદી સરકારે આ વચનને સમય પહેલા પૂરું કરી લીધું. સરકારે ગ્રામીણ ભારતના 100 ટકા વિદ્યુતીકરણનો લક્ષ્ય 988 દિવસમાં પૂરો કર્યો. ગામોનું વિદ્યુતીકરણ પીએમ મોદીના નક્કી કરેલ લક્ષ્યમાં સૌથી ઉપર હતું.

પીએમ મોદીના આ મહત્વપૂર્ણ વાયદાએ એમને સત્તાના શિખર પર પહોંચાડી દીધા હતા. પીએમ મોદીએ 2014ના આખા ચૂંટણી અભિયાનમાં વિકાસ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન પર ફોકસ કર્યું હતું. પીએમ મોદીએ 28મી એપ્રિલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 28મી એપ્રિલ 2018ને ભરતની વિકાસ યાત્રામાં એક ઐતિહાસિક દિવસના રૂપમાં યાદ કરવામાં આવશે. કાલે અમે એક વાયદો પૂરો કર્યો જેને કારણે અનેક ભારતીયોના જીવનમાં હંમેશા માટે બદલાવ આવી જશે. મને એ વાતની ખુશી છે કે હવે ભારતના દરેક ગામ સુધી વીજળી પહોંચી ગઈ છે.
1947માં ભારતની આઝાદીના સમયે માત્ર 1500 ગામનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ 1991માં આ સંખ્યા 4,81,124 થઈ ગઈ હતી. વીજળી મંત્રાલયના રિપોર્ટ મુજબ, 5,97,464 ગામમાંથી 5,97,464 ગામ (100%) હવે વિદ્યુતીકૃત થઈ ગયા છે. જો કે આનો મતલબ એ નથી કે 100 ટકા ઘર વિદ્યુતિકૃત છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલયની પરિભાષા અનુસાર કોઈ ગામના 10 ટકા પરિવારોએ વીજળી કનેક્શન લીધું હોય અથવા તો સ્કૂલ, પંચાયત કાર્યાલય, સ્વાસ્થ્ય કેન્દ્રો અને સામુદાયિક કેન્દ્રો જેવા સાર્વજનિક સ્થળોએ વીજળી ઉપલ્ધ કરાવવામાં આવે તો એ એક ગામને વિદ્યુતીકૃત કહેવામાં આવે છે. છતાં આ ગામને 100 ટકા વિદ્યુતીકરણ ન કહી શકાય.
ગામોના વિદ્યુતીકરણથી ભારતને પાવર સપ્લસ દેશ બનાવવા માટે બીજેપી સરકાર અંતર્ગત વીજળી મંત્રાલયના પ્રયાસ અવિશ્વસનીય રહ્યા છે. એ કહેવું ખોટું નહી હોય કે વીજળી મંત્રાલય મોદી સરકારના મુખ્ય પ્રદર્શન મંત્રાલયોમાનું એક રહ્યું છે. ભાજપ સરકાર મુજબ, ભારત ઈતિહાસમાં પહેલી વાર એખ પાવર સરપ્લસ દેશ બની ગયો છે. આ ઉપલબ્ધી વીજળીથીસ સંબંધિત વિભિન્ન્ મંત્રાલયો, પાવર, કોલસા અને નવા નવીનીકરણની વચ્ચે તાલમેલ પેદા કરી અને એક-બીજાની સાથે મળીને કામ કરવા પર મળી છે.
આ પણ વાંચો- #Self4Socity: પીએમ મોદીએ લૉન્ચ કર્યું 'મે નહિ હમ' પોર્ટલ એપ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
