મોદી સરકાર CAAનો કાયદો પણ પાછો લેશેઃ કૃષિ કાયદાની વાપસી પર બોલ્યા ઓવૈસી
ઓવૈસીએ કહ્યુ છે કે મોદી સરકાર હવે જલ્દી સીએએનો કાયદો પણ પાછો લેવો પડશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણે કૃષિ કાયદાને પાછા લાવવાના એલાન બાદ એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ લોકોને નાગરિકતા સુધારા કાયદો(સીએએ)ના વિરોધમાં ચલાવવામાં આવેલ અભિયાનની યાદ અપાવી છે. ઓવૈસીએ કહ્યુ છે કે પ્રધાનમંત્રી ક્યારેય જન આંદોલનને હરાવવામાં સફળ નથી થયા, માત્ર ઉત્પીડન કર્યુ છે. ઓવૈસીએ કહ્યુ છે કે મોદી સરકાર હવે જલ્દી સીએએનો કાયદો પણ પાછો લેવો પડશે.

અસદુદ્દીન ઓવૈસીએ એક પછી એક ઘણા ટ્વિટ કરીને લખ્યુ કે ચૂંટણી અને કાયદા સામે અભિયાને પ્રધાનમંત્રીને ફરીથી વિચારવા માટે મજબૂર કરી દીધુ છે. તે ક્યારેય પણ એક જન આંદોલને હરાવવામાં સફળ થયા નથી, માત્ર ઉત્પીડન કર્યુ છે. સીએએ વિરોધિ અભિયાનથી રાષ્ટ્રીય સ્તરે એનઆરસી લાગુ કરવાની વાતોને વિરામ લગાવી દીધુ હતુ. સીએએના નિયમોને બનાવવાના હજુ બાકી છે. ખેડૂતોની જીદથી જ ખેડૂત આંદોલનને સફળતા મળી છે.
ઓવૈસીએ કહ્યુ કે સરકારે કૃષિ કાયદાને રદ કરવાનો નિર્ણય બહુ મોડેથી લીધો છે. આ ખેડૂત આંદોલન અને ખેડૂતોની સફળતા છે. ચૂંટણીમાં જવાનુ હતુ એટલા માટે કેન્દ્ર સરકગારે આ નિર્ણય લીધો છે. એ દિવસ પણ દૂર નથી જ્યારે મોદી સરકાર સીએએ કાયદો પણ પાછો લેશે. જો તેમણે પોતાના અહંકાર અને બંધારણને એક તરફ મૂકી દીધો હોત તો આ કાયદો ના બનત અને ખેડૂતોને મરવાની જરૂર ના પડત. મોડેથી લેવામાં આવેલો આ નિર્ણય છે. મે હંમેશા કહ્યુ છે કે જ્યારે જનતા વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે સરકાર ડરી જાય છે. આ બધા ખેડૂતોની જીત છે.
ઓવૈસી માત્ર આટલે ન અટક્યા તેમણે પ્રધાનમંત્રી મોદીના એક દેશ એક ચૂંટણીના આઈડિયા પર પણ પ્રશ્નાર્થ મૂકી દીધો અને કહ્યુ કે તે પણ એક ખરાબ આઈડિયા છે. ઓવૈસીએ કહ્યુ કે સંઘમાં સત્તારુઢ દળે પોતાના કાર્યકાળમાં લોકતાંત્રિક રીતે જવાબદેહ ગણાવો જોઈએ અને રાજ્ય વિધાનસભા ચૂંટણી એ ઉદ્દેશની પૂર્તિ કરે છે. સર્વોચ્ચ નેતાએ અનુભવ્યુ કે અબજપતિ તેમની મદદ નહિ કરી શકે.
આ પહેલા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યુ કે તેમની સરકાર ત્રણે કાયદા ખેડૂતોના ભલા માટે લઈને આવી હતી પરંતુ તે અમુક ભાઈઓને સમજાવી શક્યા નથી અને હવે સરકાર કૃષિ કાયદાને પાછા લઈ રહી છે. સંસદના શિયાળુ સત્રમાં સરકાર ત્રણે કાયદા પાછા લેવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરશે. પીએમ મોદીએ ખુલ્લા મનથી કહ્યુ કે આ સમય કોઈને પણ દોષ આપવાનો નથી. સરકારે 3 કૃષિ કાયદા પાછા લીધા છે અને હવે ખેડૂત સાથી પોતા-પોતાના ઘરે પાછા જાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
