'વન નેશન-વન ઈલેક્શન'ની તૈયારી, કૉમન મતદારયાદી લાવવાનો પ્લાન કરી રહી છે મોદી સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ ઘણી વાર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની વાત કહી ચૂક્યા છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ ઘણી વાર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની વાત કહી ચૂક્યા છે. આના માટે ધીમે ધીમે હવે સરકાર આગળ પગલા લઈ રહી છે. આગામી દિવસોમાં લોકસભા, વિધાનસભા અને નગરનિગમની ચૂંટણીમાં મતદારોની યાદી એક થઈ શકે છે. આના પર ઝડપથી કામ ચાલી રહ્યુ છે. પ્રધાનમંત્રી કાર્યાલયે આ મહિને બેઠક પણ કરી હતી જેમાં આ વિશે વિસ્તારથી ચર્ચા થઈ.

બે વિકલ્પો પર થઈ ચર્ચા
પીએમના પ્રધાન સચિવ પીકે મિશ્રાની અધ્યક્ષતામાં 13 ઓગસ્ટે યોજાયેલી બેઠકમાં બે વિકલ્પો પર ચર્ચા થઈ. સૌથી પહેલા અનુચ્છેદ 243 K અને 243 ZA માટે એક બંધારણીય સુધારો, જે દેશમાં બધી ચૂંટણી માટે એક જ મતદાર યાદીનુ હોવુ અનિવાર્ય કરશે. બીજુ, રાજ્ય સરકારોને પોતાના સંબંધિત કાયદામાં સુધારો કરવા, નગર પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી પંચની મતદાર યાદીને અપનાવવા માટે રાજી કરવાના છે. સૂત્રો મુજબ કેબિનટ સચિવ રાજીવ ગૌબા, વિધાન સચિવ જી. નારાયણ રાજુ, પંચાયતી રાજ સચિવ સુનીલ કુમાર અને ચૂંટણી પંચના ત્રણ સભ્યોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો.

શું છે આ અનુચ્છેદમાં?
તમને જણાવી દઈએ કે અનુચ્છેદ 243 K અને 243 ZA પંચાયત અને નગરપાલિકા ચૂંટણી સાથે સંબંધિત છે. જે હેઠળ રાજ્ય ચૂંટણી પંચને આ ચૂંટણીમાં મતદાર યાદીથી લઈને તમામ વસ્તુઓની શક્તિઓ મળે છે. વળી, અનુચ્છેદ 324(1) ચૂંટણી પંચને સંસદ અને વિધાનસભા ચૂંટણી માટે બધી શક્તિઓ આપે છે. સામાન્ય ભાષામાં કહીએ તો રાજ્ય ચૂંટણી પંચ પંચાયત અને નગરનિગમ ચૂંટણીની મતદાર યાદી તૈયાર કરાવવા માટે સ્વતંત્ર છે. આમાં કેન્દ્રીય ચૂંટણી પંચ કોઈ રીતની દખલ ન દઈ શકે. વર્તમાન સમયમાં મોટાભાગના રાજ્ય કેન્દ્રીય ચૂંટણી પંચની જ યાદીનો ઉપયોગ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કરે છે જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, અસમ, મધ્ય પ્રદેશ, કેરળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને જમ્મુ કાશ્મીર પાસે લોકબૉડી ઈલેક્શન માટે ખુદની યાદી છે.

રાજ્યોને એક જ મતદાર યાદી માટે રાજી કરશે
વળી, એક જ દેશમાં બે મતદાર યાદી હોવાથી ભ્રમની સ્થિતિ રહે છે કારણકે ઘણી વાર કેન્દ્રીય ચૂંટણી પંચની યાદીમાં તો તમારુ નામ રહેશે પરંતુ જ્યારે તમે રાજ્ય ચૂંટણી પંચની યાદી જોશો તો બની શકે કે તમારુ નામ તેમાંથી ગાયબ રહે. આ સમસ્યા એટલા માટે થાય છે કારણકે બે એજન્સીઓ એક જ યાદીને અલગ અલગ રીતે તૈયાર કરે છે. વળી, પીએમના પ્રધાન સચિવ પીકે મિશ્રા હવે આ મામલે રાજ્યો સાથે વાત કરશે. સાથે જ તેમને એક જ મતદાર યાદી માટે રાજી કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
