કોંગ્રેસ પાસે હાલમાં બે જ કામ છે, 'સોનું શોધો અને મોદીને શોધો...'
રાયગઢ, 15 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના રાયગઢમાં પબ્લિક રેલીને સંબોધી રહ્યા છે. નરેન્દ્ર મોદીની આ રેલી અત્રેના એક સ્ટેડિયમમાં રાખવામાં આવેલી છે. આખુ સ્ટેડિયમ મોદીને સાંભળવા ખીચોખીચ ભરેલું છે. મોદી જેવા બોલવા માટે મંચ પર આવ્યા કે લોકોએ મોદીના નામના નારા બોલાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
નરેન્દ્ર મોદીનું નિવેદન:
મિત્રો આપ આવા ધોમધખતા તાપમાં તપી રહ્યા છો, છતાં આપનો પ્રેમ ભાજપ પ્રત્યે વધતો જઇ રહ્યો છે. મિત્રો આનું વળતર તમને વિકાસના રૂપમાં રમણસિંહના નેતૃત્વમાં ચોક્કસ મળશે. હાલમાં આખા છત્તીસગઢમાં ભાજપની આંધી ચાલી રહી છે અને તેમાં કોંગ્રેસનું બચવું મુશ્કેલ છે.
આખી દિલ્હીની સરકાર દિવસ રાત ટીવી સામે બેસી રહે છે, મોબાઇલમાં મેસેજ જોતી રહે છે કે મોદી ક્યાં છે? મોદી શું કરે છે? મોદી શું બોલે છે? હજારો લોકોને મારા એક એક શબ્દોનું રિસર્ચ કરવા માટે રાખ્યા છે. મારા કોંગ્રેસના મિત્રો ટીવીના પરદા પર આપ મોદીને ગમે તેટલી ગાળો ભાંડો પરંતુ જનતા દિલોમાં જે કમળ ખીલ્યું છે તેને આપ ક્યારેય મૂર્જાવી શકશો નહીં. મારા કોંગ્રેસના મિત્રો એ સાંભળી લો કે તમે જેટલું વધારે કિચડ ઉછાળશો તેટલું વધારે કમળ ખિલશે. કમળનો સ્વભાવ છે કે કિચડમાં ખીલવું. કિચડ આપનું અને કમળ અમારું.
કોંગ્રેસની સરકારે છત્તીસગઢ માટે શું કર્યું એનો જવાબ આપવો જોઇએ, નક્સલવાદ વધી રહ્યો છે તેનો જવાબ તેમણે આપવો જોઇએ. સરહદ પર અવારનવાર પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યું છે, નિર્દોષ માણસો મોતનેઘાટ ઉતરી રહ્યા છે તેનો જવાબ આપવો જોઇએ. ચીનની ઘુસણખોરી થઇ રહી છે અને તેમનો એક મંત્રી બેઇજીંગમાં જઇને એવું કહે છે કે તેમને ત્યાં વસી જવાનું મન થાય છે.
આ કોંગ્રેસ સરકારને શું થઇ ગયું છે? ગમે તેવું નિવેદન આપી દેશે. કોંગ્રેસના મિત્રો આ મીડિયાની મહેરબાનીથી આપ બચેલા છો, જે હિસાબે મીડિયા મારી વાતો કરે છે એ જ તુલનાએ તમારી વાત મીડિયા કરતું તો આજે તમે દેશમાં કોઇને મો બતાવવા લાયક ના રહેતા. આતંકવાદ સામે લડવાની જવાબદારી કોની છે? વાજપેઇ સરકારે કોટાનો કાયદો બનાવ્યો હતો. અને કોંગ્રેસની સરકારે તે કાયદાને રદ કરી નાખ્યો. તમારી એ કહેવાની હિમ્મત કેવી રીતે થાય કે રમણસિંહની સરકારમાં નક્સલવાદ વધી રહ્યો છે. વાહ ક્યાં સીન હૈ! પાપ તમે કરો અને ઇલ્ઝામ અમારી પર લગાવો.
ભારતનો કૃષિ વિકાસ દર 2..3..4 ટકાથી આગળ પાછળ થઇ રહ્યો છે. ભારતના ખેડૂતોની સ્થિતિ સુધરી નથી રહી. તેમણે જે લક્ષ્ય નક્કી કર્યું હતું ત્યા દસ વર્ષોમાં પણ પહોંચી શક્યા નથી. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્ય જ્યારે એક હતું ત્યારે તે બિમારુ રાજ્ય હતું, પરંતુ ભાજપની સરકારે બંને રાજ્યોને બિમારીમાંથી મૂક્તિ આપી દીધી છે. હવે ભારત સરકાર, કોંગ્રેસ કે મીડિયા પણ આ રાજ્યોને બિમારૂ રાજ્ય કહેતું નથી. મેડમ સોનિયા તમે આ રાજ્યને બિમારુ રાજ્ય કહો છો. જરા હોમવર્ક કરીને આવો. તમે રમણસિંહની ઓફિસમાં ફેક્સ કરજો હું તેમને વિનંતી કરીશ કે તેઓ તમને તમામ માહિતી પહેલાથી આપી દે. અરે ગમે તે શું બોલો છો, દેશની ગરીમાનો સવાલ છે.

હમણાં એક કોંગ્રેસી નેતાએ એવું કહ્યું કે છત્તીસગઢની સરકાર પુરસ્કાર ખરીદીને લે છે, હું એમ કહું છું કે પહેલા રૂપિયા લઇને પુરસ્કાર આપનારનું નામ બતાવો પછી રૂપિયા આપનારનું જોયું જશે. વડાપ્રધાને પુરસ્કાર આપ્યો તો કોણે રૂપિયા લીધા જરા જણાવો. શું બોલો છો યાર! કઇ વિચાર તો કરો બોલતા. કોંગ્રેસને હાલમાં બીજું કોઇ કામ નથી બસ બે જ કામ છે સોનું શોધો અને મોદીને શોધો... આ ડાયલોગ મારીને નરેન્દ્ર મોદી અટ્ટહાસ્ય કરીને ફરી બોલ્યા સોનું શોધવા નીકળી પડ્યાતા...
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
