મોદીનો રાહુલને વળતો જવાબ: સોનિયા ગાંધીને અંગ્રેજો સાથે સરખાવ્યા
રૂદ્રપુર(ઉત્તરાખંડ), 3 મે: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના રૂદ્રપુરમાં ભારત વિજય રેલીને સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા. મોદીએ લોકોને ભારે મતદાન કરીને કોંગ્રેસને જવાબ આપી દેવા માટેનું આહ્વાન કર્યું હતું.
હું દેશમાં ભ્રમણ કરીને આજે ઉત્તરાખંડની ધરતી પર આવ્યો છું. આ વખતે ચૂંટણી એવી છે જે કોઇ પાર્ટી, કોઇ નેતા, નથી લડી રહ્યો પરંતુ આ ચૂંટણી દેશની જનતા લડી રહી છે. આ પહેલી ચૂંટણી એવી છે જેમાં સત્તા દળ ષડયંત્ર કરી રહ્યો છે, ગઠબંધન કરી રહ્યો છે, રણનીતિઓ બનાવી રહ્યો છે. એ પણ સરકાર બચાવવા નહીં પરંતુ મોદીને રોકવા માટે. તેઓ કંઇપણ કરીને મોદીને રોકવા માગે છે. પરંતુ મોદીને રોકવા માટે તેમને લોઢાના ચણા ચાવવા પડી રહ્યા છે. આજે દેશના દરેક નેતા વિકાસની કે લોકોને શું આપશે તેની વાત નથી કરતા પરંતુ તેઓ એક વાત કરે છે કે મોદી રોકો.. મોદી રોકો..
આ દેશના લૂંટેરાઓને સજા આપવા માટે મને આપના આશિર્વાદ જોઇએ. ભારતીય જનતા પાર્ટીએ મને સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા. ત્યારથી મારા મનમાં દેશના ખેડૂત, ગરીબ, માતા-બહેનોની સુરક્ષા, વગેરે સમસ્યાઓનું હલ શોધતો રહું છું અને આ લોકો મોદીનો હલ શોધી રહ્યા છે.
વીડિયોમાં જુઓ મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું...

મર જવાન, મર કિસાન
લાલબહાદૂર શાસ્ત્રી એ કહ્યું હતું કે જય જવાન જય કિસાન પરંતુ આ મા-બેટાની સરકારે એવો દેશ ચલાવ્યો કે સૂત્ર એવું થઇ ગયું કે મર જવાન, મર કિસાન. આ દેશમાં પાકિસ્તાન આવીને આપણા જવાનોના મસ્તક કાપી લે, અને તેમની વિધવાએ ધરણા પર બેસવું પડે. શું એ જય જવાન છે? યુધ્ધમાં જેટલા જવાનો શહીદ થયા તેના કરતા વધારે 10 વર્ષમાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અમે અમારા ઘોષણા પત્રમાં ખેડૂતને મીનીમમ સપોર્ટ પ્રાઇઝ માટેની એક ફોર્મૂલા હશે. તે અંતર્ગત તેને આત્મહત્યા કરવાનો વારો આવશે નહીં.

દિલ્હીમાં 300 કમળ સાથે બનાવો મજબૂત સરકાર
મોદીએ લોકોને પૂછ્યું કે આપને દિલ્હીમાં કેવી સરકાર જોઇએ? લોકોએ કહ્યું કે મોદી સરકાર. મોદીએ કહ્યું કે મે આપને કેવી સરકાર જોઇએ. શું નબળી સરકાર કે મજબૂત સરકાર. દેશને મજબૂત સરકાર બનવી જોઇએ જેના માટે દિલ્હીમાં 300 કમળની જરૂર છે, જેમાં 5 કમળ ઉત્તરાખંડના હોવા જોઇએ.

મોદીએ રાહુલની પોલ ખોલી
રાહુલના આરોપોનો વળતો પ્રહાર કરતા મોદીએ જણાવ્યું કે શું ક્યારેય મે ગુસ્સો કર્યો છે?, મેં કોઇની પાઘડી ઉછાળી છે?, મેં કોઇની સરકાર બદનામ કરી છે, શું મેં ક્યારે કોઇ કાગળ ફાડ્યું છે? આ બધું તમે કર્યું છે રાહુલ બાબા. ઘણા દિવસથી ચૂપ હતો પણ આ જે આ પવિત્ર ધરતી પર તમને જણાવી દઉ કે ગુસ્સાની રાજનીતિ કોણ કરે છે તે હું કહું છું, આપના પિતા રાજીવ ગાંધી કોંગ્રેસના મહાસચિવ હતાં, એક વખત તેઓ આંધ્ર પ્રદેશ ગયા હતા. તે સમયના આંધ્રના સીએમ શ્રીમાન અંજૈયાજી પર ગુસ્સો કર્યો હતો અને તેઓ એરપોર્ટ પર રડી પડ્યા હતા. ગુસ્સાની રાજનીતિ કોણ કરે છે તે તમને ખબર હોવી જોઇએ.

સોનિયા ગાંધીને અંગ્રેજો સાથે સરખાવ્યા
હું કહેવા માંગુ છું કે બહાદુર શા ઝફર હતા જેમણે અંગ્રેજોની સામે લડત લડ્યા હતા. અંગ્રેજોને તેમની વિરુદ્ધ એટલો ગુસ્સો હતો કે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ તેમને દિલ્હીમાં બે ગજ જમીન આપી નહીં. એવી જ રીતે આપની જ પાર્ટીના વડાપ્રધાન નરસિંમા રાવ આર્થિક ક્રાંતિ માટે પગલા ભર્યા, તેમના મૃત્યુ બાદ તેમને દિલ્હીમાં આપની માતાએ બે ગજ જમીન ના આપી, દિલ્હીમાં તેમનું અંતિમ સંસ્કાર ના થવા દીધું. આ ગુસ્સાની રાજનીતિ કોણ કરી રહ્યું છે, દેશને જવાબ આપો. પત્રકારોની સામે વડાપ્રધાન મનમોહન સિંહનો પરિપત્ર ફાળી નાખવાની ગુસ્સાની રાજનીતિ કોણે કરી હતી.

રાહુલ દેશને મુરખ બનાવે છે
રાહુલ ભૈયા દેશને મુરખ બનાવવાની કોશીશ ના કરો. મેં હંમેશા આપની પર પ્રહારો દેશહીતમાં કર્યા છે, સવાલો ઉઠાવ્યા છે અને આપ વ્યક્તિગત રીતે મારી પર ગાળાગાળી કરો છો. લખીને રાખી લોકો કે 16 મે બાદ દેશની જનતા આપને બતાવી દેશે. 10 વર્ષ સુધી આપે અને આપની પાર્ટીએ મારી પર જેટલું પણ કાદવ ઉછાળ્યું છે તેનો જવાબ દેશની જનતા બટન દબાવીને આપને આપી દેશે.

તમારી તપશ્ચર્યા એળે નહી જાય
આટલી ગરમીમાં આપ જે તપશ્ચર્યા કરી છે તેને હું એળે નહીં જવા દઉ. 7 તારીકે ગમેતેટલી ગરમી પડે આપ ભારે વોટિંગ કરો. અને ભારતીય જનતા પાર્ટીને પાંચેય બેઠકો પર વિજય બનાવો.
મોદીનો રાહુલને વળતો જવાબ
મોદીનો રાહુલને વળતો જવાબ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
