હત્યાના 11 દિવસ બાદ આખરે મળી ગુરુગ્રામ મૉડલ દિવ્યા પાહુજાની લાશ, હાલત જોઈ ચોંકી ગઈ પોલીસ
Divya Pahuja Body: ગુરુગ્રામ મૉડલ અને ગેંગસ્ટર સંદીપ ગડોલીની ગર્લફ્રેન્ડ 27 વર્ષની દિવ્યા પાહુજાનો મૃતદેહ મળી આવ્યો છે. ગુરુગ્રામ પોલીસની એક ટીમે હત્યાના 11 દિવસ બાદ શનિવારે (13 જાન્યુઆરી) દિવ્યા પાહુજાનો મૃતદેહ કબજે કર્યો હતો.
2 જાન્યુઆરી 2024ની રાત્રે ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલમાં દિવ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરિયાણાના તોહનામાં એક નહેરમાંથી દિવ્યાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યા પાહુજાના મૃતદેહનો ફોટો તેના પરિવારના સભ્યોને મોકલવામાં આવ્યો હતો, જેમણે તેના મૃતદેહની ઓળખ કરી હતી.

પોલીસે NDRF ટીમની મદદથી દિવ્યાના મૃતદેહને ફતેહાબાદના ટોહાના પાસેની કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહની હાલત જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘણા દિવસો પછી મૃતદેહ સંપૂર્ણ રીતે સડી ગયો છે. ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સુભાષ બોકેનના જણાવ્યા અનુસાર, મૉડલ દિવ્યા પાહુજા મર્ડર કેસમાં દિવ્યા પાહુજાની લાશ હરિયાણાના ટોહાનામાં એક નહેરમાંથી મળી આવી હતી.
ગુરુગ્રામ પોલીસની છ ટીમોને દિવ્યા પાહુજાના મૃતદેહને રિકવર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પંજાબ પોલીસની કેટલીક ટીમો અને એનડીઆરએફની 25 સભ્યોની ટીમ પણ દિવ્યાના મૃતદેહને બહાર કાઢવા માટે તૈનાત કરવામાં આવી હતી.
ગુરૂગ્રામ પોલીસને આરોપી બલરામ ગિલ દ્વારા લાશને નહેરમાં ફેંકી દેવાની માહિતી આપવામાં આવી હતી. પોલીસે આરોપી બલરામ ગિલની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. આરોપી બલરામ ગિલે હોટલ માલિક અભિજીત સિંહના કહેવા પર દિવ્યા પહુજાના મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરી હતી.
હોટલના માલિક અભિજીત સિંહે દિવ્યા પહુજાને ગોળી મારી દીધી હતી. દિવ્યા અને હોટલ માલિક અભિજીત સિંહ છેલ્લા ત્રણ મહિનાથી રિલેશનશિપમાં હતા. અભિજીત સિંહનું કહેવું છે કે દિવ્યા તેને તેના કેટલાક પ્રાઈવેટ ફોટા સાથે બ્લેકમેલ કરતી હતી.
Model Divya Pahuja murder case: Divya Pahuja's body found in a canal in Tohana, Haryana: Subhash Boken, PRO Gurugram Police
— ANI (@ANI) January 13, 2024
More details are awaited.












Click it and Unblock the Notifications
