કલબુર્ગી હત્યા કેસઃ શું આના તાર અન્ય 3 કાર્યકરોની હત્યા સાથે જોડાયેલા છે?: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મંગળવારે સીબીઆઈને જણાવ્યુ કે જો પત્રકાર ગૌરી લંકેશ, કાર્યકરો ગોવિંદ પનસારે, નરેન્દ્ર દાભોલકર અને બુદ્ધિવાદી એમ એમ કલબુર્ગીની હત્યામાં કોઈ કોમન કડી હોય તો તે તમામ ચાર કેસોમાં તપાસ કરશે.

જસ્ટીસ યુ યુ લલિત અને નવીન સિન્હાની બનેલી ખંડપીઠ જાણીતા વિદ્વાન અને રેશનાલિસ્ટ કલબર્ગીની હત્યા અંગે સુનાવણી કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે મંગળવારે સીબીઆઈને જણાવ્યુ કે જો પત્રકાર ગૌરી લંકેશ, કાર્યકરો ગોવિંદ પનસારે, નરેન્દ્ર દાભોલકર અને બુદ્ધિવાદી એમ એમ કલબુર્ગીની હત્યામાં કોઈ કોમન કડી હોય તો તે તમામ ચાર કેસોમાં તપાસ હાથ ધરશે. સીબીઆઈ હાલમાં દાભોલકર હત્યા કેસની તપાસ કરી રહી છે.

kalburgi

જસ્ટીસ યુ યુ લલિત અને નવીન સિન્હાની બનેલી ખંડપીઠ કલબુર્ગીની હત્યા અંગે સુનાવણી કરી હતી જેમાં સીબીઆઈએ હજુ સુધી કોઈ ઠોસ પ્રતિસાદ આપ્યો નથી. કર્ણાટક પોલિસે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતુ કે તેઓ ત્રણ મહિનામાં કલબુર્ગી હત્યા કેસની ચાર્જશીટ ફાઈલ કરી દેશે. અગાઉ, એપેક્સ કોર્ટે કર્ણાટક સરકારને તપાસમાં કંઈ કરતા નથી અને માત્ર આમતેમ ફાંફા મારી રહ્યા છો તેમ કહીને ઝાટકણી કાઢી હતી અને ચેતવણી આપી હતી કે અદાલત કેસને બોમ્બે હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનું વિચારી શકે છે.

કલબુર્ગીની પત્ની ઉમાદેવીની તેમના પતિની હત્યા અંગે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેટિંગ ટીમ દ્વારા તપાસની માંગણી કરતી અરજીની સુનાવણી કરીને જસ્ટીસ આર એફ નરીમન અને નવીન સિન્હાએ રાજ્ય સરકારને તપાસ અંગેની સ્થિતિનો રિપોર્ટ ફાઈલ કરવા માટે 2 સપ્તાહનો સમય આપ્યો હતો. બેન્ચે રાજ્ય સરકારના વકીલને કહ્યુ, 'તમે (કર્ણાટક સરકાર) અત્યાર સુધી શું કર્યુ છે? કંઈ જ નહિ. તમે માત્ર આમતેમ ફાંફા મારી રહ્યા છો. તમે તપાસ પૂર્ણ કરવા માટે કેટલો સમય લેશો? અમને કહો અથવા અમે ઓર્ડર પાસ કરીશુ.' જેમણે જવાબ આપ્યો કે તે સૂચનાઓનું ધ્યાન રાખશે અને વળતો ઉત્તર આપશે. ઉલ્લેખનીય છે કે કલબર્ગી હમ્પી યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર હતા જેમની કર્ણાટકના ધારવાડમાં 30 ઓગસ્ટ, 2015ના રોજ હત્યા કરી દેવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X