વિપક્ષને એક સાથે લાવવા ડીએમકે કરશે પૂરી કોશિશ, બોલ્યા CM એમકે સ્ટલિન
તામીલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને વિપક્ષી એકતાને મજબુત કરવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. બુધવારના રોજ મુખ્યમંત્રી સ્ટાલિને જણાવ્યું હતું કે, તેમની DMK પાર્ટી 2024 લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ સાથે સુમેળ વધારવા માટે દરેક શક્ય કોશિશ કરશે.

કેન્દ્ર સરકાર પર સ્ટાલિને કર્યા પ્રહાર - MK સ્ટાલિને ગયા અઠવાડિયે તેમના કેબિનેટ સહયોગી વી સેંથિલ બાલાજી સાથે જોડાયેલા સંબંધીઓ અને વ્યક્તિઓ પર ઈન્કમ ટેક્સના રેડનો જવાબ આપતાં કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને વિપક્ષી પાર્ટીઓ ઈન્કમટેક્સ, CBI અને ED જેવી એજન્સીઓનો ઉપયોગ કરી ધમકી આપવાનો આરોપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સીએમ એમકે સ્ટાલિન રાજ્યમાં વધુ રોકાણ લાવવા માટે સિંગાપોર અને જાપાનની નવ દિવસીય સત્તાવાર મુલાકાતે ગયા હતા. આ ઉપરાંત એમકે સ્ટાલિન ગુરુવારના રોજ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાથે મુલાકાત કરશે.
વિપક્ષી એકતા પર સ્ટાલિને શું કહ્યું? - મીટિંગ પહેલાં પૂછવામાં આવ્યું કે, શું ડીએમકે વિપક્ષનો ભાગ છે, તેમણે જણાવ્યું હતું કે, પ્રયાસ પહેલેથી જ ચાલુ છે અને તે નવો નથી, ડીએમકે તેમાં પૂરા દિલથી જોડાશે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહની કથિત જાતીય સતામણીના આરોપમાં ધરપકડની માગણી કરતાં તેમણે જણાવ્યું હતું કે, જે રીતે આપણી મહિલા કુસ્તીબાજો પર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તે દિવસે માથુ શરમથી ઝૂકી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, એમકે સ્ટાલિને તેમની બે દેશોની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, 3,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ પ્રસ્તાવો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
