Mizoram Election 2023: મિઝોરમની ચૂંટણી કેમ ખાસ? જાણો તમામ બાબતો
મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 40 બેઠકો માટે મતદાતા સવારે 7 વાગ્યાથી મતદાન કરી રહ્યા છે.
મિઝોરમ વિધાનસભા ચૂંટણી એક રીતે ખાસ છે. અહીં કેટલીક એવી બાબતો છે જે મિઝોરમ વિધાનસભા ચૂંટણી વિશે તમારે જાણવાની જરૂર છે.

ઉત્તરપૂર્વ ભારતમાં સ્થિત મિઝોરમ એક નાનું રાજ્ય છે પરંતુ તે 1972 માં રચાયેલુ ભારતનું સૌથી જૂના રાજ્યોમાંથી એક છે.
મિઝોરમ વિધાનસભામાં 40 બેઠકો છે અને 852,000 થી વધુ મતદારો 174 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવા જઈ રહ્યા છે. ચૂંટણી પંચે અપેક્ષિત 852,088 મતદારો માટે 1,276 મતદાન મથકો બનાવ્યા છે અને તેમાં 4,13,064 પુરૂષ અને 4,39,028 મહિલા છે. આમાં 18 થી 19 વચ્ચેના 50,611 મતદારો પ્રથમ વખત મતદાન કરશે.
ઈલેક્શન કમિશને અહીં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે મતદાન મથકો પર લગભગ 5,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. અહીં એવા 30 નિર્ણાયક મતદાન મથકોની પણ ઓળખ કરાઈ છે જેને વધુ સુરક્ષા અને પોલીસ કર્મચારીઓની જરૂર પડી છે.
અહીં જોરમ પીપલ્સ મૂવમેન્ટ , BJP અને કોંગ્રેસ મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન સરકારને સત્તા પરથી ઉતારી સત્તા મેળવવા મેદાને છે તો મિઝો નેશનલ ફ્રન્ટ સત્તા બચાવવા મેદાને પડી છે.
મિઝો નેશનલ ફ્રન્ટના અધ્યક્ષ અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જોરામથાંગા આ ચૂંટણીમાં અગ્રણી વ્યક્તિ છે. તે ફરી એકવાર એ જ સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. જોરમ પીપલ્સ મૂવમેન્ટના ઉપાધ્યક્ષ લાલથાનસાંગા ત્રણ વખતના મુખ્યમંત્રી સામે મુખ્ય દાવેદાર છે.
કોંગ્રેસે લાલસાંગલુરા રાલ્ટેને મુખ્યમંત્રી સામે લડવા માટે પ્રથમ વખત ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. મિઝોરમના નાયબ મુખ્યમંત્રી તવનલુઇયા તુઇચાંગથી ચૂંટણી લડશે. 80 વર્ષની વયે તવનલુઈયા સૌથી વૃદ્ધ ઉમેદવાર છે.
મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મિઝો નેશનલ ફ્રન્ટ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ વખત જીતી ચુકી છે.
2018 માં મિઝો નેશનલ ફ્રન્ટે ચોથી વખત ચૂંટણી જીતી અને જોરામથાંગા ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. MNF એ 2018ની વિધાનસભા ચૂંટણીમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ સામે 27 બેઠકો જીતી. ભાજપે 2018માં પોતાની પ્રથમ બેઠક જીતીને મિઝોરમ વિધાનસભામાં ખાતું ખોલાવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
