સગીર રેપ કેસઃ ઓરિસ્સા ટીવીના MD અને રેપ પીડિતની માની વાતચીત વાયરલ
ઓરિસ્સાના ભાજપ નેતા બૈજયંત પાંડાની પત્ની અને ઓરિસ્સા ટીવીના એમડી જગી પાંડાનો એક ઑડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભુવનેશ્વરઃ ઓરિસ્સાના ભાજપ નેતા બૈજયંત પાંડાની પત્ની અને ઓરિસ્સા ટીવીના એમડી જગી પાંડાનો એક ઑડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ ઑડિયોમાં જગી પાંડા રેપ પીડિત એક સગીર બાળકીની મા સાથે ટેલીફોન પર વાત કરી રહ્યા છે. આ વાતચીતમાં જગી પાંડા મહિલાને પોતાની સગીર બાળકીને કાર્યાલયમાં લાવવા માટે કહી રહ્યા છે. હવે આ ઑડિયો સામે આવ્યા બાદ તે વિપક્ષો દળોના નિશાના પર આવી ગયા છે.

ત્યારે જ કાર્યવાહી કરશે જ્યારે રેપ પીડિતને લઈને ઑફિસ આવશે
ઓરિસ્સા રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ પંચે કથિત ગેંગરેપ કેસમાં ભુવનેશ્વર સ્થિત ખાનગી સમાચાર ચેનલના મેનેજિંગ ડિરેક્ટર જગી પાંડા અને ચેનલના અમુક કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. આ ચેનલના અમુક કર્મચારીઓ પર આરોપ છે કે તેમણે સગીર બાળકીને રેપ કર્યો. જે બાદ જગી પાંડાએ બાળકીની માનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે તે આ કેસમાં ત્યારે જ કાર્યવાહી કરશે જ્યારે તે પોતાની દીકરીને લઈને તેમની ઑફિસ આવશે.

ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કરી પીડિતાને તે લીક કરવાની ધમકી આપી
ઓરિસ્સા રાજ્ય બાળ સંરક્ષમ આયોગમાં ફરિયાદ લખાવા પહેલા સુધી પીડિત બાળકીની મા ઓરિસ્સા ટીવીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા હતા. ફરિયાદ અનુસાર એપ્રિલ-મેના મહિનામાં લગભગ 15 દિવસો સુધી ચેનલના ઘણા કર્મચારીઓ દ્વારા બાળકી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. પીડિતની માએ આરોપ લગાવ્યો કે આરોપીઓએ બાળકીના હાથ-પગ બાંધીને રેપને અંજામ આપ્યો. તેમણે ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો અને પીડિતાને આ લીક કરવાની ધમકી આપી છે.

જાનથી મારી નાખવાની ધમકી
ફરિયાદકર્તાઓએ આગળ આરોપ લગાવ્યો કે આરોપીઓએ ધમકી આપી છે કે પીડિતાએ તેમના નામનો ખુલાસો કર્યો તો તે મને અને મારી દીકરીને જાનથી મારી નાખશે. પીડિતાની માએ કહ્યુ કે જો કે તેમણે સમાચાર ચેનલના એમડીને મામલાની સૂચના આપી પરંતુ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નથી થઈ અને આ ઘટનાને દબાવી દેવામાં આવી. પીડિતાની માએ આરોપ લગાવ્યો કે એમડીએ ફરિયાદકર્તા પર દબાણ કર્યુ કે તે આ મામલાને આગળ ન વધારે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
