અરૂણાચલ પ્રદેશમાં ઘુસી ચીની સેના, સગીરનું કર્યું અપહરણ, BJP સાંસદે લગાવી મદદની ગુહાર
ચીન અરુણાચલ પ્રદેશની સીમા પર પોતાની હરકતો અટકાવી રહ્યું નથી. ચીન બાંધકામના કામો અને ક્યારેક ભારતીય સૈનિકો સાથે ઝપાઝપીની ઘટનાઓ દ્વારા ભારતને સતત પડકાર આપી રહ્યું છે. દરમિયાન, એવા સમાચાર છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અ
ચીન અરુણાચલ પ્રદેશની સીમા પર પોતાની હરકતો અટકાવી રહ્યું નથી. ચીન બાંધકામના કામો અને ક્યારેક ભારતીય સૈનિકો સાથે ઝપાઝપીની ઘટનાઓ દ્વારા ભારતને સતત પડકાર આપી રહ્યું છે. દરમિયાન, એવા સમાચાર છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અરુણાચલ પ્રદેશના ઉપલા વિસ્તારના સિયાંગ જિલ્લામાંથી એક સગીર છોકરાનું અપહરણ કર્યું છે. ભાજપના સાંસદ તાપીર ગાઓએ આ માહિતી આપી છે. તેણે ટ્વિટ કરીને ભારતીય એજન્સીઓને અપીલ કરી છે કે સગીર છોકરાને વહેલામાં વહેલી તકે પરત લાવવામાં આવે.

ભારતીય સરહદમાં ઘૂસીને ચીની સેનાએ સગીરનું કર્યુ અપહરણ
બીજેપી સાંસદ તાપીર ગાઓએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે પીપલ્સ લિબરેશન આર્મીએ જીડો ગામમાંથી 17 વર્ષના છોકરાનું અપહરણ કર્યું છે. તેણે જણાવ્યું કે ભારતીય સરહદમાં ઘૂસીને ચીની સેનાએ છોકરાનું અપહરણ કર્યું હતું. તાપીર ગામે જણાવ્યું કે આ અપહરણ લુંગટા જોર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. 2018માં ચીને આ વિસ્તારના 3-4 કિલોમીટર સુધી રોડ બનાવ્યો હતો. આ વિસ્તાર સીયુંગલા હેઠળ આવે છે.
|
એક છોકરો ચીની સેનાના ચુંગલથી બચ્યો
તાપીર ગાઓએ વધુમાં જણાવ્યું કે આ છોકરાનો એક મિત્ર પણ ચીની સેનાના ચુંગાલમાંથી ભાગી ગયો છે. તેણે પ્રશાસનને કહ્યું છે કે તેના મિત્રને તેના ગામમાંથી ચીની સેનાએ ઉપાડી લીધો છે. ચીની સેનાએ જે છોકરાને ઝડપી લીધો છે તેનું નામ મીરામ તરન જણાવવામાં આવી રહ્યું છે. તરનના મિત્ર જોની યયિંગે જણાવ્યું કે ચીનના કેટલાક સૈન્ય અધિકારીઓ જીડો ગામમાં ઘૂસી ગયા અને તેમના મિત્રને લઈ ગયા. બીજેપી સાંસદે કહ્યું છે કે જે વિસ્તારમાં આ ઘટના બની છે ત્યાંથી ત્સાંગપો નદી પસાર થાય છે. તમને જણાવી દઈએ કે ત્સાંગપો નદીને અરુણાચલ પ્રદેશમાં સિયાંગ અને આસામમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખવામાં આવે છે.

સગીરને બચાવવાના પ્રયાસો ચાલુ
આ ઘટના અંગે જિલ્લા ડેપ્યુટી કમિશનર શાસ્વત સૌરભે કહ્યું છે કે આ છોકરો સ્થાનિક શિકારીઓની ટીમમાં સામેલ હતો. અમને જૂથના અન્ય સભ્યો પાસેથી માહિતી મળી છે કે ભારતીય સરહદની અંદરથી ચીની સેના દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે, અમે આ બાબતે ભારતીય સેનાને જાણ કરી છે, તે છોકરાને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
