MI vs RCB : મુંબઈની જોરદાર વાપસી, 4 ઓવર પહેલા મેચ જીતી લીધી
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાયેલા આઈપીએલના મુકાબલાને મુંબઈએ શાનદાર અંદાજમાં જીતી લીધો છે. મુંબઈએ આ મુકાબલો 7 વિકેટે જીતી લીધો.
પહેલા ત્રણ મેચ હાર્યા બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ધમાકો કર્યો છે. રોહિત શર્મા, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે બેટથી એવી ધમાલ મચાવી કે આરસીબી જોતી રહી ગઈ.

ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કર્યું. વિરાટ કોહલી વહેલો આઉટ થયો હતો, તે 3 રન બનાવીને આઉટ થયો. તેના પછી વિલ જેક્સ પણ આઉટ થયો, તે 8 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો.
રજત પાટીદારે ક્રિઝ પર આવતાની સાથે જ તોફાની રમતનું પ્રદર્શન કર્યું. તે 26 બોલમાં 50 રનની ઇનિંગ રમીને આઉટ થયો. પાટીદારે 3 ચોગ્ગા અને 4 શાનદાર છગ્ગા ફટકાર્યા. ફાફ ડુ પ્લેસિસ ધીમો રહ્યો હતો પરંતુ 40 બોલમાં 61 રન બનાવીને આઉટ થયો.
કેટલીક વિકેટો પડતાં આરસીબીનો રન રેટ ઘટી ગઈ હતી પરંતુ દિનેશ કાર્તિકે તેની બેટિંગથી હલચલ મચાવી. તેણે આકાશ માધવાલની ઓવરમાં ચાર ચોગ્ગા ફટકાર્યા. કાર્તિકે 23 બોલનો સામનો કરીને 53 રનની અણનમ ઇનિંગ રમી.
તેની ઇનિંગમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. આરસીબીનો સ્કોર 8 વિકેટે 196 રન બનાવ્યા. બુમરાહે ઘાતક બોલિંગ કરી અને 21 રનમાં 5 વિકેટ લીધી.
બીજી ઇનિંગ્સમાં રમતા મુંબઇના ઓપનર ઇશાન કિશન અને રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી. કિશને 22 બોલમાં ફિફ્ટી ફટકારી. બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી. ઈશાન કિશન 34 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 69 રન બનાવીને આઉટ થયો. રોહિતે પણ ઝડપી બેટિંગ કરી અને 24 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો.
સૂર્યકુમાર યાદવે ક્રિઝ પર આવતાની સાથે ધમાલ મચાવી. તેણે જોરદાર બેટિંગ કરતા 17 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. તે 19 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો. સૂર્યકુમારે 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય હાર્દિક પંડ્યાએ પણ આકર્ષક બેટિંગનું પ્રદર્શન કર્યુ.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
